લોકસભાની ચૂંટણી પહેલા ઊંઝા કોંગ્રેસનાં ધારાસભ્ય ડો. આશાબહેન પટેલે રાજીનામું આપતા રાજકારણ ગરમાઇ ગયું છે. આશાબહેને ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષને પોતાનું રાજીનામું આપ્યું છે. જેના આધારે કારણે અનેક અટકણો ચર્ચાઇ રહી છે. લોકોનું માનવું છે કે તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ જશે. હાલ તો આવી ચર્ચાઓ જ સામે આવી રહી છે. સાચું કારણ તો તેઓ જ્યારે સામે આવશે ત્યારે જ ખબર પડી શકે છે. આ સાથે વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું છે. જેનાથી ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટમાં લખ્યું છે કે, સ્વાર્થ જીતશે કે સ્વાભિમાન રણચંડીના રૂપ સમાન “આશાપુરા” ઉપર મને હજુય આશા છે… જનાદેશનો ઉલાળિયો કરીને નવરા થઈ ગયેલાં નેતાઓની નાતમાં વધુ એકનો ઉમેરો કરવાની ભાજપાની આશા ઠગારી નિવડે એવી અપેક્ષા.! જય જય ગરવી ગુજરાત…
ઉલ્લેખનીય છે કે, ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય ડો. આશાબેન પટેલે શનિવારે પોતાના ધારાસભ્ય પદ ઉપર રાજીનામું આપ્યું હતું. ડો. આશાબેન પટેલે ગુજરાત વિધાનસભા અધ્યક્ષના નિવાસસ્થાને જઇ રાજીનામું આવ્યું હતું. આશાબેનને મનાવવા માટે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને સહિત અન્ય પાટીદાર નેતાઓને જવાબદારી સોંપી છે. આશા પટેલને ભાજપમાં જોડાતા રોકવા હાઈકમાન્ડે તેમને સંગઠનમાં સ્થાન આપવાની તમામ વાતોને મંજૂર કરી છે. આશાબેનને મનાવવા મોડીરાત સુધી વાતાઘાટો ચાલી હતી.