ડો.આશાબેન પટેલ અંગે કોંગ્રેસના નેતાઓ દુઃખી-દુઃખી છે : રૂપાણી

713

ઊઝાના કોંગ્રેસના ધારાસભ્ય ડો.આશાબેન પટેલે શનિવારે રાજીનામું આપ્યા બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો આ ઘટના ઉપર પોતાના રાજકીય રોટલા સેકવાનું શરૂ કરી દીધું છે. એક પછી એક રાજકીય નેતાઓ આશાબેનના રાજીનામા ઉપર પોતાનું નિવેદન આપી રહ્યા છે. આ સાથે ગુજરાતના મુખ્યમંત્રીએ પણ ડો.આશાબેન પટેલના રાજીનામા ઉપર નિવેદન આપ્યું છે. તેમણે આશાબેનના રાજીનામાને લઇને કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં આંતરિક ઝઘડો ચાલે છે. બહેન નિવેદન આપે છે તે કહી જાય છે કે કોંગ્રેસના નેતાઓમાં આંતરિક અસંતોષ વર્તી રહ્યો છે. કોંગ્રેસના નેતાઓ દુઃખી ધુખી છે. આશાબેન ભાજપમાં જોડાવા અંગે પણ તેમણે જણાવ્યું હતું કે, આશાબેનના રાજીનામાથી ભાજપને કોઇ સંબંધ નથી. જોકે, આ રાજીનામાથી એ સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસ નેતા વિહની સંગઠન છે. સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના વિકાસ ગાથામાં ભાજપ આગળ ચાલે છે. ઉલ્લેખનીય છેકે, ઉલ્લેખનીય છે કે, ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય ડો. આશાબેન પટેલે શનિવારે પોતાના ધારાસભ્ય પદ ઉપર રાજીનામું આપ્યું હતું. ડો. આશાબેન પટેલે ગુજરાત વિધાનસભા અધ્યક્ષના નિવાસસ્થાને જઇ રાજીનામું આવ્યું હતું. કોંગ્રેસમાં ચાલતા જુથવાદ, આંતરિક વિગ્રહથી ત્રાસીને ધારાસભ્ય પદ અને કોંગ્રેસ પાર્ટી છોડ્‌યાનું તેમણે જણાવ્યું હતું. સૌરાષ્ટ્રમાંથી કુંવરજી બાવળિયાએ કોંગ્રેસને છોડ્‌યા બાદ લોકસભા ચૂંટણી પૂર્વ ઉત્તર ગુજરાતમાં પાટીદાર મહિલા ધારાસભ્યનું રાજીનામું પડ્‌યું છે. વર્ષ ૨૦૧૭માં ભાજપના સિનિયર ધારાસભ્ય નારાયણભાઇ પટેલને ૧૯ હજારથી વધુ મતે હરાવનાર ડો.આશાબેને શનિવારે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસ્થાને જઇને રાજીનામું સોંપ્યું હતું.

Previous articleવિશ્વના પ્રસિધ્ધ મોઢેરા સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ મહોત્સવ યોજાયો : લાઇટોથી મંદિર ઝગમગ્યું
Next articleમમતા સરકારે યોગીના હેલિકોપ્ટરના લેન્ડિંગને મંજૂરી ન આપતા કાર્યક્રમ રદ્દ કરાયો