જીપસીએલ કેમ્પની સામે પોતાની માંગોને લઈને ઘોઘા અને ભાવનગર તાલુકા ખેડુત સંઘર્ષ સમિતિ દ્વારા અમરણાંત ઉપવાસ કરતા ઘનશ્યામસિંહ જાડેજા, વાસુદેવસિંહ ગોહિલ, અને નારણભાઈ જામ્બુચાના આજે પમાં દિવસે ઉપવાસ છવાણીની મુલાકાત કરતા તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા, ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ, પ્રદેશ કોંગ્રેસ મંત્રી જગદીશભાઈ જાજડિયા, ઘોઘા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રેવતસિંહ ગોહિલ, ઘોઘા તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિનુભાઈ ગોહિલ, કારોબારી ચેરમેન વનરાજસિંહ ગોહિલ, ન્યાય સમિતિના ચેરમેન સોહિલભાઈ મકવા, તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ ગોહિલ, વીધાનસભા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, પાસના દર્પણભાઈ ડાખરા સહિત ઘોઘા અને ભાવનગર તાલુકાના ૩૧ ગામના સરપંચ ખુમાનસિંહ ગોહિલ (ઓદારકા), હિંમતભાઈ કંટારીયા (સુરકા), લગધીરસિંહ ગોહિલ (મોરચંદ), રધાભાઈ ગોહિલ (ુડા), પરેશભાઈ માંગુકિયા (તગડી), જગદીશસિંહ ગોહિલ (ભીકડા), નરેશભાઈ પટેલ (લાખણકા), યોગરાજસિંહ ગોહિલ (બાડી), અંસારભાઈ રાઠોડ (ઘોઘા), નારૂભા ગોહિલ (હોઈડળ), દિવ્યરાજસિંહ ગોહિલ્ (નવાગામ), ધર્મેન્દ્રસિંહ ગોહિલ (પડવા), ભુપતસિંહ ગોહિલ (માલપર), સંભુભાઈ પટેલ (નથુગઢ), ધીરૂભાઈ બારૈયા (રામપર), જેતુભાઈ ે દેસાઈ (ખડસલીયા), કુલદીપસિંહ ગોહિલ (થળસર), ભકતુભાઈ રાવ (ચણિયાળા), પ્રદિપસિંહ ગોહિલ (નાનાખોખરા), ભરતભાઈ સરવૈયા (ભડભડીયા), રમેશભાઈ પટેલ (થોરડી) મંગાભાઈ (ખાટડી), મનુભા ગોહિલ (ખરકડી), જશવંતસિંહ ગોહિલ (ભાવણીપુરા), જયદેવસિંહ ગોહિલ (સાણોદર), સુખભાઈ (છાય), ભુપતભાઈ લણગાવાદર (આલાપર, ચીંથરભાઈ સોલંકી (કરેડા), ભરતસિંહ ગોહિલ (અવાણીયા), મહેન્દ્રસિંહ ગોહિલ્ (વાવડી), વાલાભાઈ ચોસલા (પીપરલા) ઉપસ્થિત રહ્યા અને આંદોલનને સમર્થન જાહેર કર્યું છે. આગામી દિવસોમાં ભાવનગર જીલ્લાના દરેક ગામોમાં ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા પ્રવાસ કરવામાં આવશે અને દરેક ગામોના ખેડુતોને આંદોલનમાં સહકાર આપવા અને સરકારની ખેડુત વિરોધી નીતિઓ સામે આંદોલનમાં જોડાવા અપીલ કરવામાં આવશે, ઉપવાસનો આજે પમો દિવસ હોય સરકારનો કોઈ પ્રતિનિધી કે સરકારી અધિકારીએ નોંધ પણ લીધી નથી ત્યારે ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા ખેડુતોને ઉપવાસ છોડી આંદોલનનો રસ્તોબ દલી ગાંધી ચીંધ્યા માર્ગે ગામે ગામ જય ખેડુતોને જોડવા અપીલ કરવામાં આવી, સાથે તલાજના ધારાસભ્ય કનુભાઈ બારૈયા દ્વારા ખેડુતોના પ્રશ્નને વિધાનસભામાં સત્ર દરમિયાન રજુ કરવાની ખાતી આપી હતી.