શહેરના એસ.ટી. બસ સ્ટેશન નજીક આવેલ પાનવાડી રોડથી બિલેશ્વર મહાદેવ મંદિર તરફ જવાના રોડ પર બારેમાસ મોટી માત્રામાં કચરો એકઠો થાય છે. જાહેર માર્ગો પર દબાણ કરી લોજ ચલાવતા આસામીઓ જાહેર સ્વચ્છતાની લેશમાત્ર પરવા કર્યા વિના ખુલ્લેઆમ એઠવાડ- કચરાનો નિકાલ કરે છે. રઅત્રે મેંડીકલ કોલેજ, બસસ્ટેન્ડ મંદિર સહિતની જગ્યા ઓ આવેલી હોય મોટી સંખ્યામાં લોકોની અવર-જવર રહેતી હોય એવી જગ્યા પર કચરો, જમા થવો કેટલી હદે ઉચીત ગણી શકાય ? તસવીર : મનિષ ડાભી