જાફરાબાદના પાંચ ગામના લોકોએ એસટી બસ જ નથી જોઈ. ભાંકોદર ગામમાં સાત વર્ષ પહેલા ઉના અને રાજુલા ડેપોની બસો નાઈટ પડી રહેતી તે સાવ બંધ કરી દેતા આ બાબતે હીરાભાઈ સોલંકીએ એસટી વિભાગમાં ફરી શરૂ કરવા રજૂઆત કરી છે.
જાફરાબાદના પાંચ ગામો જેવા કે ભાંકોદર, વારાહ સ્વરૂપ, બાબરકોટ, વાંઢ, કોવાયા સહિત ગામોના લોકોએ છેલ્લા આઠ વર્ષોથી એસટી બસ જ જોઈ નથી. આઠ વર્ષ પહેલા ઉના ડેપો અને રાજુલા ડેપોની બસો એક વખત નિયમિત રાત્રિ રોકાણ પણ થતી અને કોણ જાણે આ પાંચ ગામો જાણે જિલ્લાના નકશામાંથી હટી ગયા હોય તેમ એસટી વિભાગે પાંચ ગામના વિદ્યાર્થીઓ નોકરીયાત શિક્ષણ મજુરો સહિત હાલમાં ખૂબ હાલાકીનો સામનો કરતા રહ્યાં છે. ર/ર કિલોમીટર વિદ્યાર્થીને રોજેરોજ એકલવાયા જંગલ જેવા રસ્તે ચાલતા જવાનું અથવા પ્રાઈવેટ ખાનગી વાહનોમાં અનિયમિતતા ભોગવીને પોતાના અભ્યાસ બગડતો જોઈએ હીરાભાઈ સોલંકીએ એસટી વિભાગમાં રજૂઆત કરી છે.
ગ્રામજનો ભારે મુશ્કેલી ભોગવે છે
ગામમાં એસટી બસ આવતી હતી આ અતિ દુર્ગમ્ય વિસ્તાર છે. અહીંથી વિદ્યાર્થીઓ, મજુરો, મહિલાઓ મુસાફરી કરતા હોય છે. તાજેતરમાં અગમ્ય કારણોસર બસ બંધ કરતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે.
– ભુપતભાઈ શિયાળ