ધંધુકા ખાતે કોલેજ રોડ ઉપર બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય દ્વારા દેવાલય- શિવાલયના ખાતમુર્હુતની વિધિ થઈ હતી. આ પ્રસંગે ભાવનગર બ્રહ્કુમારી વિશ્વ વિદ્યાલયની રાજ યોગીની બ્રહ્માકુમારી તૃપ્તીબેન, બ્રહ્માકુમારી મનીષાબહેન તથા બ્રહ્માકુમારી વંદના બહેન ઉપસ્થિત રહ્યા હતાં. મુખ્ય મહેમાનોમાં ધંધુકા વિસ્તારના ધારાસભ્ય રાજેશ ગોહિલ, તેમજ જગદીશભાઈ સોની, જયંતિભાઈ સોની વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.