દેશી દારૂની ચાલુ ભઠ્ઠી પકડી પાડતી પાળીયાદ પોલીસ ટીમ

2114

પાળીયાદ પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ. એન.સીસગર સ્ટાફના વિક્રમસિંહ પરમાર, હરજીભાઈ સાસુકીયા, ગોપાલભાઈ સોલંકી, ભાવેશભાઈ પરમાર સહિત પ્રોહી ડ્રાઈવ સબબ આજરોજ ચોક્કસ બાતમી હકીકત આધારે મોટા છેડા ગામની સીમમાં પ્રતાપભાઈ ગેલભાઈ કાઠીની વાડીમાં લખમણભાઈ સવાભાઈ સાથળીયા જાતે દે.પુ. ઉ.વ.૪૮ ભરતભાઈ કાળુભાઈ સોવસીયા જાતે દે.પુ. ઉ.વ.૩૫ રવુભાઈ ભાભલુભાઈ કાઠી, જયુભાઈ માણસીભાઈ કાઠી, પ્રતાપભાઈ ગેલભાઈ કાઠી રહે. ત્રણેય મોટા છેડા વાળાઓ દેશી દારૂની ભઠ્ઠી ચલાવી ભઠ્ઠી સાથે ઉપરોક્ત બે ઈસમો હાજર મળી આવેલ હોય તેઓની પાસે દેશી દારૂ લીટર ૩૪૦ કી.રૂા.૬૮૦૦ તથા દેશી દારૂ ગાળવાન આથો લી.૨૦૦૦ કી.રૂા.૪૦૦૦ તથા ભઠ્ઠી ગાળવાના બેરલો સાથે કુલ રૂા.૧૧.૦૦૦ના મુદ્દામાલ સાથે મળી આવતા તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Previous articleજય ગણેશ સેવા ટ્રસ્ટની ટીમનું મેયર દ્વારા સન્માન
Next articleવડિયા ગામે ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસનો કાર્યક્રમ યોજાયો