ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા ખેડૂતો ની માગણી અને યુવા રોજગાર અધિકાર અનુલક્ષીને ઘાંઘળી તાલુકા પંચાયત સીટ વિસ્તારની સભા વડિયા ખાતે યોજાઇ હતી.
તાજેતરમાં ગુજરાત યુવા કોંગ્રેસ ના સૂચિત કાર્યક્રમ ખેડૂતોના પ્રશ્નો તથા યુવાનો ને રોજગાર ની માંગ સાથે વડિયા ગામે ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સહમંત્રી જયરાજસિંહ મોરી, જિલ્લા કોંગ્રેસ અગ્રણી લાભુભાઈ કાત્રોડિયા, પ્રદેશ યુવા કોંગ્રેસ મંત્રી બળદેવભાઈ સોલંકી, જિલ્લા યુવા કોંગ્રેસ મહામંત્રી રાહુલભાઈ આહીર તથા સંજયસિંહ પરમાર, વડિયા ગામ ના સરપંચ અભેશંગભાઈ પરમાર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં ખેડૂતો તથા યુવાનો હાજર રહ્યા હતા, જે દરમિયાન બેરોજગાર યુવાનોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.