ભારતભરમાં સરકાર દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે આ ઉજવણી તા.૪ થી ૧૦ સુધી ટ્રાફિક વીક તરીકે ઉજવાય છે. વડોદરા ખાતે વડોદરા પોલીસ દ્વારા કમાટીબાગ ખાતે ભારતમાં પ્રથમ વખત જ ૯૦૦ ફુટનું ટ્રાફિક પ્રદર્શન યોજાશે.આ પ્રદર્શનમાં વડોદરા અને નજીકના અકસ્માતોની તસ્વીરો તેમજ અન્ય અકસ્માતોના કારણો અને રોજ બરોજ થતી ભુલોથી થતા અકસ્માતોની તસ્વીરો રજુ કરવામાં આવી છે. અકસ્માતથી કેવી રીતે બચી શકાય તે અહીની તસ્વીરો બતાવી શકે છે. આ પ્રદર્શન વડોદરા શહેર પોલીસ દ્વારા યોજાઈ રહ્યું છે. આ બધી જ તસ્વીરો ભાવનગરના જાણીતા ફોટોગ્રાફર અજય જાડેજા દ્વારા લેવામાં આવેલી છે. આ પ્રદર્શનને વડોદરાના પોલીસ કમીશ્નર અનુપમસિંહ ગેહલોતના હસ્તે ખુલ્લુ મુકાશે ૭ દિવસ દરમ્યાન હજ્જારો લોકો આ પ્રદર્શન નિહાળી શકશે.