શિહોર નગરપાલિકા દ્વારા લોકોની સુવિધા માટે લાખો રૂપિયાના ખર્ચે શૌચાલય બનાવવામાં આવ્યા હતા પરંતુ ભ્રષ્ટાચાર ખુલ્લો પડવાની બીકે થોડો સમય શરૂ રાખ્યા બાદ બંધ કરી દેવામાં આવેલ. ત્યારબાદ લોકોની અનેક રજુઆત કરવા છતાં પણ શરૂ કરવામાં આવેલ નથી.
ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા ચાલી રહેલ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સરકારે જાહેરાત કરી કે સ્વચ્છતા અભિયાન ની હરીફાઈ યોજવવાની અને ઇનામ પણ આપવાનું છે આથી શિહોર નગરપાલિકાના સત્તાધીશો અચાનક ભર નીંદરમાંથી જાગ્યા અને આ વર્ષો પહેલા બનાવેલા શૌચાલયને રીપેરીંગ, રંગ રોગાન અને નવા કપડાં પહેરાવવામાં આવ્યા. ને લોકોને દેખાવ કરવા માટે મોટા મોટા સુત્રો પણ લખવામાં આવ્યા.આ શૌચાલયો લાખો રૂપિયા ના ખર્ચે બનાવેલ ત્યારે સંપૂર્ણ રીતે બનાવેલ પરંતુ લોકમુખે ચર્ચાતી ચર્ચા મુજબ ભાગબટાઈ અને પોતાના ખિસ્સા ભરવા માટે થઈને અત્યારે નવી નવેલી દુલ્હન જેમ શણગારવામાં આવ્યું પણ વિશ્વસનીય સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સરકારમાંથી તપાસર્થે ટિમ આવવાની હતી એટલે દેખાવ કરવામાં આવ્યો અને સ્વચ્છતા અભિયાનની તપાસ કરતા પચાસ ટકા સારી કામગીરી છે શિહોર નગરપાલિકા ના સત્તાધીશો લોકોના પરસેવાની કમાણી તેમજ સરકારે ફળવેલી ગ્રાન્ટનો દૂરપયોગ કરીને મસમોટા કામના નામે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે એવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.
લાખોનો ધુમાડો કર્યા બાદ પણ બંધ !
સાડાચાર વર્ષ પહેલા બનાવેલ શોચાલયો બંધ છે લાખો રૂપિયાનો ધુમાડો કર્યાબાદ પણ બંધ છે અને સ્વચ્છતા અભિયાન ના હિસાબે કલર કરી શુ સાબિત કરવા માગેછે હાલ શોચાલયો અંદર ની વસ્તુઓ ગાયબ છે.
– મુકેશભાઈ જાની, કોર્પોરેટર
ચીફ ઓફિસરની નિષ્ક્રિયતાના કારણભૂત
ચીફ ઓફિસરની નિષ્ક્રિયતાને હિસાબે આવા પ્રોબલમો થાય છે પણ પ્રજા માટે થઈ અમે આંદોલનો ચલાવવા પણ તૈયાર છીએ બાકી જો શોચાલયો ને તાળા માર્યા છે તો તે ચિફઓફિસર દ્વારા ખોલાવવા જોઈએ અને ત્યાં સ્ટાફ ની નિમણુંક કરવી જોઈએ.
– દીપશંગભાઈ રાઠોડ, કોર્પોરેટર