ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ સર્કલ પાસે ફલેટમાં રહેતા શખ્સને બે પિસ્ટલ અને જીવતા કાર્ટીશ સાથે એસ.ઓ.જી. ટીમે ઝડપી લીધો હતો. શખ્સની પુછપરછ કરતા આ હથઇયારો પાલિતાણાના શખ્સ પાસેથી લાવ્યા હોવાની કબુલાત આપી હતી.
ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષકત પી.એલ.માલે વિધાનસભા ચુંટણી શાંતીપુર્ણ અને ભયમુક્ત માહોલમાં યોજાય તે માટે જિલ્લામાં ગેરકાયદેસર ફાયર આર્મ્સ રાખતા ઇસમોને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ જે અનુસંધાને એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના પોલીસ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલને મળેલ હકિકત આધારે પ્રભુદાસતળાવ સર્કલ પાસેથી આરોપી ઝાબીર ઉર્ફે ટાઇગર મેમણ શબ્બીરભાઇ ફતાણી ઉ.વ.૨૩ રહે. પ્રભુદાસ સર્કલ અલીફા પ્લાઝા ચોથા માળે ફ્લેટ નંબર ૪૦૧ ભાવનગરવાળાન્ઓને દેશી બનાવટની પિસ્ટલ નંગ-૨ કિ.રૂા.૪૦,૦૦૦ તથા પિસ્ટલનું વધારાનું મેગ્જીન નંગ-૧ કિ.રૂા.૧૦૦ તથા જીવતા કાર્ટીશ નંગ-૯ સાથે મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી આર્મ્સ એક્ટ તળે ધરપકડ કરી આરોપી વિરૂધ્ધમાં હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ અને આગળની તપાસ એસ.ઓ.જી. પોલીસ ચલાવી રહી છે. પકડાયેલ આરોપી પાસેથી મળી આવેલ ગેરકાયદેસરના હથિયારો બાબતે આરોપીએ હકિકત જણાવેલ કે પોતે આ હથિયારો રમીઝ રહે. પાલિતાણાવાળા પાસેથી લાવેલ હોવાનું જણાવેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી. પરમાર તતા હેડ કોન્સ. અનિરૂદ્ધસિંહ ગોહિલ, બલવરસિંહ જાડેજા પો.કોન્સ. સોહિલભાઇ રહિમભાઇ ધર્મેન્દ્રસિંહ હેમંતસિંહ જીતેન્દ્રસિંહ રમુભા બાવકુદાન ખીમરાજભાઇ તથા પ્રદિપસિંહ દશરથસિંહ વિગેરે જોડાયા હતા.