શિહોર તાલુકાના ટાણા પાસે ના લવરડા ગામની ધારમાં આવી ચડ્યો દિપડો મજૂરીકરી પેટિયું રળતા પરિવાર પર આદમખોર દીપડાએ અચાનક હુમલો કર્યો લવરડા ગામની ધારમાં ઝૂંપડા બાંધી વસવાટ કરતા દેવીપૂજક ગેમાભાઈ નાકુંભાઈ બકરા ચરાવતા હતા ત્યારે ધારના પાછળના ભાગેથી અચાનક દીપડાએ હુમલો કરતા ગેમાભાઈ દ્વારા બુમ બરાડા કરી મુકતા નજીકમાં જ તેનો પુત્ર જગદીશ આ અવાજ સાંભળી તાબડતોબ તેના પિતાને બચાવવા ગયેલ ત્યારે દીપડાએ તેના ઉપર પણ હુમલો કરેલ ત્યારબાદ બુમ બરાડા પડતા ફળિયાના લોકો આ બને બાપ દીકરાને બચાવેલ ને તાત્કાલિક શિહોર સરકારી દવાખાને લાવેલ ત્યાં ફરજ પરના ડોકટરે જરૂરી સારવાર આપી દર્દીને વધુ સારવાર માટે ભાવનગર સરકારી દવાખાને ખસેડેલ છે.
આમ માનવ વસાહત માં દીપડો માનવભક્ષી બન્યો છે ત્યારે ગ્રામજનો દ્વારા આ દીપડાને તાત્કાલીક પકડવાની માંગ કરી છે. જ્યારે ફોરેસ્ટ વિભાગને જાણ કરતા વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી દિપડાને પાંજેર પુરવા કવાયત હાથ ધરેલ.