ભાવનગર રાજવી પરિવારના કલા-સ્થાપત્યોને ઉજાગર કરવાના હેતુથી ભાવનગર હેરિટેજ પ્રિઝર્વેશન સોસાયટીના ઉપક્રમે આજે રાજવી પરિવારના સમાધી સ્થળેથી હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવેલ. જેમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી, મેયર મનહરભાઈ મોરી, કમિશ્નર એમ.કે. ગાંધી, કુલપતિ ગીરીશભાઈ પટેલ, મેહુલભાઈ વડોદરીયા સહિત આગેવાનો તથા નગરજનો જોડાયા હતા.