ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી વચ્ચે ચાલી રહેલા શીતયુદ્ધના કારણે કોંગ્રેસના ધારાસભ્યો, આગેવાનો અને કાર્યકરો પાર્ટીથી ભારે નારાજ છે.
રાજકીય સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુજરાત કોગ્રેસમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે ગમે તે ઘડીએ પ્રમુખ અમિત ચાવડા સામે બળવો પણ થઈ શકે છે. કાર્યકરોએ રાહુલ ગાંધીને મળવાનો પણ સમય માંગ્યો છે. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ પણ સર્તક થયા છે. પ્રમુખ અમિત ચાવડા પાર્ટી માટે લેવાતા નિર્ણયોમાં જોહુકમી ચલાવી રહ્યા છે એવી આંતરિક ફરિયાદ ઉઠી છે.
આ ઉપરાંત બે દિવસ પહેલાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પૂર્વ સ્ન્છ આશાબેન પટેલે વિરોધપક્ષના નેતા ધાનાણી સાથે સમાધાન મિટીંગમાં પણ અમિત ચાવડાના ખાસ ગણાતા કિર્તીસિંહ ઝાલા સામે જોહુકમીનો આરોપ કર્યો છે. હોદ્દાની નિમણૂકો માં પણ અમિતભાઈના મળતિયાઓને સ્થાન મળે છે.
ગત સપ્તાહમાં પ્રભારી રાજીવ સાતવ ગુજરાત પ્રવાસે હતા, ત્યારે તેમની સમક્ષ કાર્યકરોએ આંતરિક અસંતોષ રજુ કર્યો હતો. આ ઉપરાંત અમદાવાદ લોકસભાની બેઠકો માટે આંતરિક ઝઘડો પણ થયો હતો જેને શાંત કરવા રાતે ત્રણ વાગ્યા સુધી બેઠક ચાલી હતી. જોકે સાતવે હૈયાધારણા આપ્યા બાદ ત્યારે તો અસંતોષ દૂર થયો હતો.
છેલ્લા ઘણા સમયથી અમિત ચાવડાની નેતાગીરીથી કંટાળી મોટાગજના નેતાઓ કોંગ્રેસ છોડી ચૂક્યા છે. ઝ્રસ્ સામે ચૂંટણી લડનાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ પણ પ્રદેશ નેતાગીરીથી કંટાળીને પાર્ટી છોડી હતી. કુંવરજી બાવળિયા પણ કોંગ્રેસમાં પોતાનું યોગ્ય કદના મળતાં અને પ્રદેશ નેતાગીરી વાત ન સાંભળતા કોંગ્રેસ છોડી ભાજપમાંથી મંત્રી બન્યા. હજુ બે દિવસ પહેલાં જ ઉંઝાના ધારાસભ્ય અને કોંગ્રેસના તમામ પદોથી આશાબેન પટેલે રાજીનામું આપ્યું છે. જ્યારે પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલ પણ પ્રદેશ નેતાઓથી થાકી ભાજપમાં ભળ્યા છે.