ટંકારામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો-મારામારી, ૯ લોકો ઈજાગ્રસ્ત

850

રાજ્યમાં જૂથ અથડામણીની ઘટનામાં દિવસે દિવસે વધારો થતો જાય છે. લોકો નજીવી બાબતે ઉશ્કેરાઈ જાય છે, અને પછી આ મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે. આવી ઘટનામાં લોકો ગુસ્સામાં પોતાનો જીવ જોખમમાં મુકી શક્તિ પ્રદર્શન કરવામાં મોતને ભેટે છે અથવા ઈજાગ્રસ્ત થાય છે. આવો જ વધુ એક જૂથ અથડામણનો મામલો મોરબીના ટંકારાથી સામે આવ્યો છે. જેમાં ૯ લોકો ઈજાર્ગ્સ થયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મોરબીના ટંકારામાં એક જ પરિવારના બે સભ્યો વચ્ચે પહેલા બોલાચાલી થઈ બાદમાં બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ અને બંને પરિવારના સાગરીતો ભેગા થયા અને જૂથ અથડામણ શરૂ થઈ ગયું. બંને જૂથના સભ્યોએ એક બીજા પર પથ્થરમારો કરી યુદ્ધ ચલાવ્યું, સાથે લાકડી, હથિયારો સાથે એક બીજા પર હુમલો કરી દીધુ.

આ અથડામણથી પુરા ગામમાં ભયોનો માહોલ સર્જાયો. પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ, પરંતુ જૂથ અથડામણમાં મોટી સંખ્યામાં લોકો હોવાથી પોલીસે વધુ કાફલો બોલાવવાની ફરજી પડી. હાલમાં મોરબીના જીઁ, ડ્ઢઅજીઁ, ન્ઝ્રમ્ સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે. પોલીસે પથ્થરમારો કરી રહેલા ટોળા પર કાબુ મેળવવા થોડો બળપ્રયોગ પણ કરવો પડ્‌યો છે. પોલીસે બંને જૂથના

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરવાને લઈ બે જૂથના સ્ભ્યો વચ્ચે બોલાચાલી થઈ જે બાદમાં મારામારી પર આવી ગઈ. થોડા સમય માટે ગામમાં તંગદીલી જેવો માહોલ સર્જાયો હતો, જોકે પોલીસે પહોંચી મામલો સંભાળી લીધો છે. આ જૂથ અથડામણમાં ૮થી ૯ લોકો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વધુ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ગામમાં સગન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Previous articleખાનગી મંદિરને રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા કરોડોની ગ્રાન્ટ : વિવાદ
Next articleબનાસકાંઠા : કેનાલમાં ઝંપલાવી એક સાથે ચાર યુવતીઓનો આપઘાત