સુરતના વેડરોડ વિસ્તારમા એક અજીબોગરીબ અને વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહી છેલ્લા પાચ વર્ષથી ચાવડા પરિવાર રહે છે. જેમા મનસુખભાઇ, ભાનુભાઇ તથા તેમનો પૌત્ર હાર્દિક રહે છે. જો કે છેલલા ચાર મહિનાથી ઘરની અંદર રાખેલા કપડા એની જાતે ફાટી જાય છે. ઘરના તમામ સભ્યોના કપડા ફાટી જાય છે. ઘરમા મૂકેલી ઘંટીના વાયરના ટુકડા થઇ જાય છે. આ ઉપરાંત મંદિરમા મુકેલા રૂપિયાના પણ ટુકડા થઇ જાય છે. આટલુ ઓછુ હોય તેમ તેમના પૌત્ર હાર્દિક સ્કુલેથી આવે એટલે તુંરત જ તેના ગણવેશ ફાટી જાય છે તથા શરીર પણ ઉઝરડા પડી જતા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ચાવડા પરિવારે આ વાત જણાવતા પહેલા તો આડોશી-પાડોશીઓએ તેમની વાતનો વિશ્વાસ કર્યો ન હતો. આ ઘટનાની જાણ જ્યારે સ્કુલના સંચાલકોને થઇ ત્યારે તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. તેઓ પણ હાર્દિકના ઘરે ગયા હતા ત્યા તપાસ કરી હતી. જો કે તેમને કંઇ ખાસ જણાયુ ન હતુ. જો કે બાદમા એવુ બનતુ હતુ કે હાર્દિક સ્કુલેથી ઘરે જાય એ દરમિયાન તેના કપડા ફાટી જતા અને તેના શરીરે ઉઝરડા પડી જતા હતા.
આ વાતની પુષ્ટિ કરવા તેઓએ પોતે પોતાના કપડા આ ઘરમા મૂકશે તથા રૂપિયા પણ મંદિરમા મૂકશે તેવું જણાવ્યું છે. આ ઉપરાંત ઘરમાં સીસીટીવી કેમેરા ગોઠવણ કરી સમગ્ર ઘટના પર નજર રાખવામા આવશે. આ સમગ્ર ઘટના હાલ તો અંધશ્રદ્ધાથી જોવાઇ રહી છે. હવે સત્ય શોધક સમાજ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરશે ત્યારે દૂધનુ દૂધ અને પાણીનું પાણી થઇ જશે.