જામનગરમાં મોદી પ્રેમના કારણે યુવક-યુવતીના પ્રેમ લગ્ન મામલે યુવતીના ટ્વીટથી સમગ્ર મામલે વળાંક આવ્યો છે. યુવતી અલ્પિકા પાંડેના ટ્વીટમાં ખુલાસો થયો છે. જેમાં બન્ને યુગલ વચ્ચેના સંબંધો તૂટી ચૂક્યા હોવાનો ખુલાસો થયો છે.
મોદીના કારણે જામનગરમાં રહેતા જય દવે નામાના વ્યક્તિને પોતાની કોમેન્ટ લાઇક કરનાર છોકરી સાથે લગ્ન કરી લીધા અને એને ખુલ્લેઆમ વ્યક્ત પણ કર્યા.
જયે ટિ્વટર પર પોતાની લવ સ્ટોરી માટે લખ્યું તો થોડીક જ મિનીટોમાં એ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગી. જય દવેએ પોતાના ટિ્વટમાં લખ્યું, ’નરેન્દ્ર મોદી જી અમે તમારા કારણે લગ્નના બંધનમાં બંધાયા છીએ. મેં રાહુલ ગાંધીના ફેસબુક પેજ પર તમારા સમર્થનમાં કોમેન્ટ કરી અને આ સુંદર છોકરીએ કોમેન્ટને લાઇક કરી. અમે વાત કરી, એકબીજાને મળ્યા અને જાણ્યું કે અમે બંને તમને સપોર્ટ કરીએ છીએ કારણ કે અમે ભારત માટે જીવવા ઇચ્છીએ છીએ. એટલા માટે અમે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો.’ આ ટિ્વટ આવ્યા બાદ જયને શુભેચ્છા મળવાનું શરૂ થઇ ગયું. કેટલાક લોકોએ જયને ટ્રોલ પણ કર્યો.
લગ્નના એક મહિના બાદ યુવતીએ ટ્વીટ કરીને જામનગરના યુવક જય દવે પર ગંભીર આક્ષેપ કર્યા છે. યુવતીએ ટ્વીટમાં જણાવ્યું કે યુવક અને પરિવાર દ્વારા તેના પર માનસિક અને શારીરિક ત્રાસ ગુજારવામાં આવ્યો. એટલું જ નહીં આત્મહત્યા કરવા સુધીનો ત્રાસ આપવામાં આવ્યો.
અલ્પિકા પાંડેએ વધુમાં જણાવ્યું કે યુવકે પબ્લિસિટી અને ભાજપમાં ઈમેજ ચમકાવવા માટે મારા ફોટોગ્રાફ્સનો ઉપયોગ કર્યો છે.