નર્મદાનું પાણી ન પીવા સૂચના, માછલીઓના મોત બાદ નર્મદા ડેમનું પાણી બેક્ટેરિયલ ટેસ્ટમાં નિષ્ફળ

840

સરદાર સરોવર ડેમમાં અચાનક માછલીઓના મોત બાદ લેવાયેલા પાણીના નમૂનાઓ બેક્ટેરિયલ ટેસ્ટમાં નિષ્ફળ જતા રાજ્યના તમામ જિલ્લાઓમાં કેનાલના પાણીનો ઉપયોગ કરવાનું તાત્કાલિક બંધ કરી દેવાયું છે. તેમજ કલોરીનેશન કરવાની કવાયત હાથ ધરી છે.

નર્મદાના પાણીમાં વિપુલ પ્રમાણમાં સર્ફાઈન મળતા પાણી પીવા લાયક કે ખેતીલાયક રહ્યું નથી તેમજ પાણીમાં ઓક્સિજન નું પ્રમાણ ઓછું થઈ ગયું છે. તેમજ પાણી કાળુ પડી ગયું છે. સરોવરમાં અચાનક માછલીઓ ના મોત થતાં કઇ અજુગતુ બન્યું હોવાની ગંધ આવી રહી છે. મીઠા પાણીના સરોવરમાં માછલીના મોતે સૌને ચોંકાવી દીધાં છે.

પાણીના નમૂનાઓ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેનો માઈક્રો રિપોર્ટ ૧૫ દિવસ બાદ આવશે. જોકે હાલ જે પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે, તેમાં પાણીમાં કેમિકલનું પ્રમાણ ફિટ બતાવ્યું છે જ્યારે બેક્ટેરિયા અનફિટ બતાવ્યું છે. જેથી પીવા માટે પાણીનું ક્લોરીનેશન કરવું પડે. ૨૦૦ કિ.મી.ના સરદાર સરોવરમાં ક્લોરીનેશન શક્ય ન હોવાથી રાજ્ય સરકારને જાણ કરીને જ્યાં નર્મદાનું પાણી પીવાના ઉપયોગમાં લેવાય છે, તે તમામ જગ્યાએ પાણીનો પીવામાં ઉપયોગ બંધ કરી દેવાની સૂચના આપી દેવાઇ છે.  નર્મદાની મુખ્ય કેનાલમાં જ કાળા રંગનું પાણી વહી રહ્યું છે.

જીપીસીબીની ટીમે સરદાર સરોવરનું નિરિક્ષણ કરી પાણીના ૫ નમૂના લીધા હતા. જેમાંથી ૩ નમૂનામાં ર્ડ્ઢં (ડીસોલ્વ ઓકિસજન)ની માત્ર ૪ ઁઁસ્થી ઓછી ઓછી હોવાથી માછલીઓના મોત થયાનું પ્રાથમિક તારણ આવ્યું છે. સરદાર સરોવરમાં કોઇ કેમિકલ છોડ્‌યા હોય તેવા પુરાવા હજી ટીમને મળી આવ્યાં નથી.

જીપીસીબીના અંકલેશ્વરના રીજીયોનલ મેનેજરે જણાવ્યું હતું કે, પાણીમાં ઓક્સિજનની માત્રા નિયત કરતાં ઓછી આવી છે. હવે પાણીમાં ઓક્સિજન કેવી રીતે ઓછો થયો તે જાણવા માટે પાણીના નમૂનાઓનું ફિંગર પ્રિન્ટીંગ કરાઈ રહ્યું છે.

Previous articleબનાસકાંઠા : કેનાલમાં ઝંપલાવી એક સાથે ચાર યુવતીઓનો આપઘાત
Next articleઆશાબેનના રાજીનામા બાદ રાજકીય ગરમાવો