પાળીયાદ વિસામણ બાપુની જગ્યાના મહંત પુજ્ય નિર્મળાબા ને કુંભમેળામાં ૧૦૦૮ મહામંડલેશ્વરની પદવી અર્પણ થતા પાળીયાદ ખાતે તેમની ભવ્ય શોભાયાત્રા સાથે તેમનુ સામૈયુ કરાયુ હતું.
બોટાદ જીલ્લાના પાળીયાદના સુપ્રસિધ્ધ વિસામણબાપુની જગ્યાના વર્તમાન મહંત પુજ્ય નિર્મળાબાને પ્રયાગરાજ (અલ્હાબાદ) ખાતેના કુંભમેળામાં નિર્મોહી અખાડાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રદાસ બાપુ અને પ્રસિધ્ધ કથાકાર મોરારીબાપુ સહીત નિર્મોહી અખાડાના અનેક સંતો-મહંતોની ઉપસ્થિતીમાં ૧૦૦૮ મહામંડલેશ્વરની પદવી અર્પણ કરવામાં આવી છે જ્યારે સોમવતી અમાસના દિવસ પાળીયાદ જગ્યાના મહંત પુજ્ય નિર્મળાબા પાળીયાદ પધારતા બસસ્ટેશન પાસે તેમનુ સામૈયુ કરવામાં આવ્યુ હતુ અને ત્યાથી ભવ્ય શોભાયાત્રા નિકળી હતી પાળીયાદના જાહેર માર્ગો ઉપરથી આ શોભાયાત્રા નિકળતા હજ્જારો ભકતો શોભાયાત્રા માં જોડાયા હતા અને પાળીયાદ ના જાહેર માર્ગો નાના પડ્યા હતા આ શોભાયાત્રામાં ઘોડે સવારો, રાસ મંડળી એ ખાસ આકર્ષણ જમાવ્યુ હતુ વાજતે ગાજતે ભક્તીમય વાતાવરણ વચ્ચે શોભાયાત્રા વિસામણબાપુ ની જગ્યા માં પહોચી હતી જ્યા નિર્મળાબાના સાનિધ્યમાં સત્સંગ સભા યોજાઈ હતી પાળીયાદ ગામ તથા ભક્તો દ્વારા ૧૦૦૮ મહામંડલેશ્વર પુજ્ય નિર્મળાબાનુ ફુલહારથી સન્માન કરવામાં આવ્યુ હતુ પાળીયાદ વિસામણ બાપુની જગ્યાના મહંત પુજ્ય નિર્મળાબા ને ૧૦૦૮ મહામંડલેશ્વર ની પદવી મળતા સમગ્ર પાળીયાદ વિહળ પરિવાર અને સમસ્ત સનાતમ ધર્મ જગત માં ગૌરવની લાગણી પ્રસરી ગઈ હતી ભક્તોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.