બરવાળા તાલુકાના એક ગામમાંથી પરિણિયાત એ ૧૮૧ મા ફોન કરીને મદદ માગવામાં આવેલ કે મારા સાસરીયાવાળાએ મારૂં ૧૧ માસનું બાળક લઇ લીધેલ છે તેમજ મારૂં બાળક દુધ પીતું છે આથી મને મારૂં બાળક પાછું અપાવો તેવી મદદ ૧૮૧ ટીમ પાસે મહિલા દ્વારા માંગેલ
આથી ૧૮૧ ટીમ બોટાદ ના કાઉન્સિલર ખુશબુબેન પટેલ કોન્સ્ટેબલ અસ્મિતા બેન બથવાર તેમજ પાયલોટ નીલેશ ભાઇ ચુડાસમા દ્વારા તે બહેન ને સાથે લઇ ને તેમના સાસરીયામાં ગયાં ત્યાં પોહચી મહિલા ના સાસરીયા ના સભ્યો સાથે પિયરના સભ્યો ને સાથે રાખી ને કાઉન્સિલર ખુશખુ બેન પટેલ કોન્સ્ટેબલ અસ્મિતા બેન બથવાર પાયલોટ નીલેશ ભાઇ ચુડાસમા દ્વારા મહિલા ના પરિવાર ના સભ્યો ને એક સાથે શાંતિપુર્ણ કાઉન્સેલીંગ કરી તેમજ તેમના સાસુ સાથેથતાં ઝગડા ઓ નું નિરાકરણ કરી આમ બોટાદ ૧૮૧મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા મહિલા ને માત્ર તેના બાળકને પોતાની પાસે પાછું મેળવવાં માંગતા હતા તેમનું સ્થળ ઉપર જ સાસરીયા સાથે સમાધાન કરી બાળકને મહિલા ને પાછું અપવી રાજીખુશીથી સાસરીયા માં સોંપી એક સુખદ સમાધાન કરાવામાં આવેલ.