વલ્લભીપુર ખાતે આવેલ ગંભીરસિંહજી હાઈસ્કુલ પાછળ સરકારનું મોટુ રમત-ગમતનું મેદાન આવેલ જે હાલ બિસ્માર હાલત થવા પામેલ હોય જ્યાં મોટાભાગના ખુણાઓના ભાગમાં બાવળીયા ઉગી જવા પામ્યા હોય અને આ મેદાનમાં નાના-નાના ખાડાઓ જોવા મળતા હોય જ્યારે હાલ વલ્લભીપુર શહેર ખાતે પોલીસ કોન્સ્ટેબલ, આર્મી, ફોરેસ્ટ વગેરે સરકારી ભરતી માટે શહેરના યુવાનો-યુવતીઓ અંદાજીત ૧૪૦ થી ૧પ૦ જેટલા શારીરિક કસોટી માટેની તૈયારી કરી રહ્યા હોય જે હાલ આ મેદાન સુવિધાયુક્ત ન હોવાના કારણે હાઈવે રોડ ઉપર ભરતીઓ માટે તૈયારી કરી રહ્યાં હોય જે આ શહેરના યુવાનોને પોતાના શહેર ખાતે ખૂબ મોટુ મેદાન હોવા છતા ઉપયોગ કરી શક્તા નથી.
આ મેદાન હાલ સરકાર હસ્તક આવતું હોય તેવું સુત્રો પાસેથી જાણવા મળેલ છે ત્યારે આ મેદાન જેના હસ્તક આવતું હોય અને હાલ વહિવટ કરતા જવાબદાર તંત્ર દ્વારા સત્વરે ગંભીરસિંહજી હાઈસ્કુલના પાછળ આવેલ મેદાન યોગ્ય સુવિધાયુક્ત કરી તેવી લોકમાંગ ઉઠવા પામેલ છે તેમજ આ રમતગમતનું મેદાન સુવિધાયુક્ત કરવામાં આવે અને યુવાનોને જરૂરીયાત મુજબ સુવિધા ઉપલબ્ધ થવા પામે તો વલ્લભીપુર શહેરનો અસંખ્ય યુવાનો-યુવતીઓનો સ્પોર્ટસ (રમત-ગમત) ક્ષેત્રે તથા ભરતી પ્રક્રિયામાં પણ વિકાસ થવા પામે તેમ પણ યુવાનોનો ઉત્સાહ જોઈ દર્શાઈ રહ્યું છે.