ખેડુતોની ઉપવાસી છાવણીમાં નારણભાઈની તબીયત લથડી

1252

ઘોઘા અને ભાવનગર તાલુકાનાં ૧૨ ગામોનાં ખેડુતો દ્વારા જીપીસીએલ કંપની સામે જમીન સંપાદન મુદ્દે ચલાવાઈ રહેલા આંદોલનમાં આજે છઠ્ઠા દિવસે ખેડુત અગ્રણી નારણભાઈની તબીયત લથડતા ૧૦૮ ટીમ બોલાવાઈ હતી.

જીપીસીએલ કંપની દ્વારા ખેડુતોની જમીન સંપાદન કર્યા બાદ વર્ષો સુધી કામગીરી કરાઈ નહી અને બાદમાં તેના પર કબ્જો કરતા ઘોઘા અને ભાવનગર તાલુકાનાં ૧૨ ગામનાં ખેડુતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને ૨૦૧૩નાં નિયમ મુજબ જમીન સંપાદન કર્યા બાદ ૫ કે તેથી વધુ વર્ષો સુધી સંપાદીત જમીન ુપર કોઈ કામગીરી કરાઈ ન હોય તો તે જમીન ઉપર ખેડુતનો કબ્જો રહે છે. તેના આધારે ૧૨ ગામનાં ખેડુતો દ્વારા હોઈદડ ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવે છે. જેના આજે છઠ્ઠા દિવસે ઉપવાસ કરી રહેલા ખેડુત સંઘર્ષ સમિતિનાં ખેડુત અગ્રણી નારણભાઈ જાંબુચાની તબીયત લથડી હતી જેમાં ૧૦૮ બોલાવાઈ હતી અને સારવાર કરાયેલ આ સમયે મામલતદારનાં પ્રતિનિધિ પણ ઉપસ્થિત રહ્યા હતા.ખેડુતો દ્વારા ચલાવાઈ રહેલા આંદોલનને રાજકીય પક્ષો દ્વારા સમર્થન મળી રહ્યુ છે. આજે કોંગ્રેસનાં પ્રવિણભાઈ રાઠોડ, ઝવેરભાઈ ભાલીયા, કરશનભાઈ વેગડ, કાંતિભાઈ ચૌહાણ, કાંતિભાઈ ગોહેલ, મુકેશભાઈ ગોહેલ, બળદેવ સોલંકી, લીલાબેન પડવા સહિતે છાવણીની મુલાકાત લીધી હતી અને ખેડુત સંઘર્ષ સમિતિને સમર્થન જાહેર કર્યુ હતું. ગઈકાલે ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ આગેવાનોએ પણ ઉપવાસી છાવણીની મુલાકાત લઈને ખેડુતોને સમર્થન આપ્યુ હતું.

Previous articleનીચા કોટડા કેસમાં ૯ર લોકો સામેની ફરિયાદ પાછી ખેંચવાની માંગ સાથે કલેક્ટરને આવેદન
Next articleએકટીવામાં ઈગ્લીંશ દારૂ લઈ જતો શખ્સ ઝડપાયો