ભારતમાં આ સમયે કુશ્તીની રમત માટે અત્યાર સુધીનો સૌથી સારો સમય ચાલી રહ્યો છે. આ પહેલા ભારતીય કુશ્તીને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવનાર રુસ્તમ-એ-હિંદના નામથી જાણીતા દારાસિંહનું ખાસ યોગદાન રહ્યું છે. હવે દારા સિંહ પર એક કોમિક બુક રિલીઝ થઈ છે. દારા સિંહ પર કોમિક બુક ભારતના સ્ટાર પાવર લિફ્ટર ગૌરવ શર્મા અને બોલીવુડ અભિનેતા વિંદૂ દારા સિંહે સોમવારે રિલીઝ કરી હતી.