સરકાર કેસ પાછા ખેંચે નહી તો સેના ભાજપને હરાવવાન કામ કરશે : કરણી સેના

799

બોલિવૂડના પ્રખ્યાત ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ ખુબ જ વિવાદોમાં સપડાઇ હતી. જેનો કરણી સેનાએ ખુબ જ વિરોધ કર્યો હતો, જેના કારણે આ ફિલ્મને ગુજરાતમાં રિલીઝ કરવામાં આવી ન હતી.

ફિલ્મ પદ્માવતનો કરણી સેનાએ જોરશોરથી વિરોધ કરતા અમદાવાદના કેટલાક મોલ અને મલ્ટીપ્લેક્સ બહાર તોડફોડ અને વાહનોમાં આગચંપી પણ કરી હતી. જેના કારણે કરણી સેનાના કેટલાક લોકો પર સરકારે બાયો ચઢાવી હતી અને તેમના પર કેસ કર્યા હતાં.

હવે આ મામલામાં પદ્માવત આંદોલનમાં કેસ પાછા ખેંચવા કરણી સેનાની માંગ છે. કરણી સેનાના સુખદેવસિંહ ગોગામેડીએ નિવેદન આપતા કહ્યું છે કે, ફિલ્મનો વિરોધ કરનાર સામેના કેસ સરકારે પાછા ખેંચ્યા નથી.

આ મામલામાં સુખદેવસિંહ ગોગામેડીએ એવી પણ ચીમકી ઉચ્ચારી હતી કે, ગુજરાત માં જસદણ ની ચૂંટણી પહેલાં સરકારે પદ્માવત ફિલ્મ ના વિરોધ કરનાર સામે કરેલા કેસો પાછા ખેંચવાની ખાતરી આપી હતી જો કે આજ સુધી કોઈ કેસ પાછા ખેંચવામાં આવ્યા નથી. જો લોકસભા ચૂંટણી પહેલાં આ કેસ પાછા ખેંચવામાં નહીં આવે તો. કરણી સેના ભાજપને હરાવવાની દિશામાં કામ કરશે.

Previous articleમિશન લોકસભા ૨૦૧૯ : ભાજપે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા
Next articleસાંથલ હાઈવે પરથી ૧૬.૩૯ લાખ રૂપિયાનો દારુનો જંગી જથ્થો ઝડપાયો