CMને તો આ તંત્ર ગાઠતું નથી, PM આવે તો ગાંધીનગર પશુમુક્ત બને

665

વાયબ્રન્ટ હોય કે વડાપ્રધાનની મુલાકાત વેળાયે ગાંધીનગર રાજયનું શુસોભિત પાટનગર લાગે છે. બાકી તો ગમે ત્યાં કચરાના ઢગ, મુખ્ય રોડ ઉપર પશુઓ ફરતાં જોવા મળે છે. ત્યારે ગાંધીનગરની પ્રજાની લાગણી એવી છે કે, સમયાંત્તરે પીએમ ગાંધીનગરમાં આવવા જોઈએ.

બાકી સીએમ વિજયભાઈ રૂપાણીએ તો ટ્રાફિકને નડતા દબાણો હટાવવાથી માંડીને પાટનગરને રળીયામણું બનાવવાની સૂચનાઓ આપેલી જ છે. પરંતુ તંત્ર સીએમની વાતને સહેજે ગંભીરતાથી લેતું જ નથી. પાટનગરનું રાજકીય વાતાવરણ ડોળાયેલું છે.

પક્ષપલ્ટુ પ્રવિણ પટેલ હાલ મેયર ગણાય છે જો કે કોર્ટમાં કેસ પેન્ડીંગ છે. પરંતુ ભાજપ તેને સ્વિકારતું નથી. તેમના પ્રોગ્રામમાં નવા ચુંટાયેલા બેનને આમંત્રણ અપાય છે. તંત્રના નીચા વર્ગના લોકો કમિશનરની બંધ કેબીનમાં સબસલામતના દાવા ઠોકે છે. પછી કયાંથી ગાંધીનગર પશુમુક્ત કે કચરામુકત બને?

Previous articleશહેરમાં સ્વાઇન ફ્‌લુ વકરવા એંધાણઃ વૃદ્ધ, બાળકી ઝપટમાં
Next articleઊર્જાવાન જીવન જીવવા માટે યોગ ખૂબજ જરૂરી : વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી