સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (સીબીએસઈ) નાં ધોરણ ૧૦ અને ૧૨ની માર્ચમાં યોજાનારી પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઆ ને પરીક્ષાના એડમિટ કાર્ડ ૫ ફેબ્રુઆરીના રોજ ઈસ્યુ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ સીબીએસ ઈની વેબસાઈટ પરથી કાર્ડ ડાઉનલોડ કરી શકશે.
બોર્ડ પરીક્ષા માટે વિદ્યાર્થીઓનાં રજિસ્ટ્રેશન થઈ ચૂક્યાં છે. પરંતુ રજિસ્ટ્રેશન કરાયાં બાદ કેટલાક વિદ્યાર્થીઓના પિતાનાં નામ, પોતાનું કે માતાનું નામ, જન્મ તારીખ અથવા તો વિષયમાં ભૂલો કરી જવા પામી છે અને તેમાં સુધારા કરવાના હશે તેના માટે ૮મી જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી સુધી કરેકશનની કામગીરી બોર્ડ સ્વીકાર કરશે. ત્યાર બાદ સુધારેલી ફાઇનલ યાદી સાથે વિદ્યાર્થીઓને ૫મીએ એડમિટ કાર્ડ મળશે.
સ્કૂલ અથવા તો વિદ્યાર્થીઓ પરીક્ષા ફોર્મમાં આપવામાં આવેલી જાણકારીમાં ૨૦ જાન્યુઆરી સુધી સુધારો કરી શકશે. આ સુધારો શાળા દ્વારા બનાવવામાં આવેલી કેન્ડિડેટ લિસ્ટ માટે હોવો જોઈએ. ધોરણ ૧૦ કે ૧૨ના વર્ગમાં કેન્ડિડેટ લિસ્ટમાં કરેકશન શાળાના રેકોર્ડ મુજબ જ કરી શકશે.
સીબીએસઈ ધોરણ ૧૦ પરીક્ષા ૯ માર્ચથી શરૂ થશે. જે ૧૦ એપ્રિલ સુધી ચાલશે. જ્યારે ધોરણ ૧૨ની પરીક્ષા ૯ માર્ચથી ૨૯ એપ્રિલ સુધી ચાલશે. જેનું પરિણામ સામાન્ય રીતે મે માસના ત્રીજા સપ્તાહે જાહેર કરવાની શક્યતા છે. વર્ષ ૨૦૧૮ના વર્ષની ધોરણ ૧૦ની પરીક્ષા હવે શાળા કક્ષાએ લેવાની બંધ કરતાં તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા હવે બોર્ડ દ્વારા જ લેવામાં આવશે. જેમાં ૮૦ ટકા બોર્ડની પરીક્ષા અને ૨૦ ટકા શાળાના આંતરિક એસાઈમેન્ટના ગણવામાં આવશે. છેલ્લાં ઘણાં વર્ષથી સીબીએસઇ બોર્ડનાં ધોરણ ૧૦ની પરીક્ષા ફરજિયાત ન હતી. જે આ વર્ષથી ફરજિયાત કરાઈ છે.