સંવત ર૦૭પ શાકે ૧૯૪ઢ શિશર ઋતુ દરમ્યાન આવતીકાલથી તા. પ ફેબ્રુઆરી-૧૯થી પ્રારંભ થતો માધ માસનો શુકલ પક્ષ તા. ૧૯-ર-૧૯ના રોજ પુર્ણિમાના દિવસે પુર્ણ થશે. દિન વિશેષતાની દ્રષ્ટિએ જોઈએ તો આ પખવાડિયામાં તા. ૦૬ દ્વિતીયા (બીજ) વૃધ્ધિતિથી- તા. ૦૭ મુસ્લિમ જમાદુસ્સાની (૬) પ્રારંભ તા. ૮- વિનાયક ચતુર્થી – શ્રી ગણેશ જયંતિ તા. ૧૦ વસંત પંચમી તા. ૧ર રથ સપ્તમી તા. ૧૩ પારસી મેહેર (૭) પ્રારંભ – દુર્ગાષ્ટમી- ખોડિયારમાં જયંતિ તા. ૧૪ શ્રી હરિ જયંતી, તા. ૧૬ જયા એકાદશી, તા. ૧૭ ભીષ્મ દ્વાદશી- મોઢેરામાં મોઢેશ્વર માતાનો પાટોત્સવ, તા. ૧૮ વસંતઋતુ પ્રારંભ તા. ૧૯ પુર્ણિમા – ગુરૂ રવિદાસ જયંતિ તથા છત્રપતિ શિવાજીની (તારીખ મુજબ) જયંતિ છે. તા. ૦પ (ક.૧૯ મિ. ૩૬)થી શરૂ થતું પંચક તા. ૧૦ (ક. ૧૯ મિ. ૩૮) સુધી રહેશે. તા. ૧૦ના રોજ વસંન્ત પંચમી છે. કોઈપણ શુભ કાર્ય માટે વસંતપંચમી હંમેશા શ્રેષ્ઠ મુહુર્ત ગણાય છે.
તા. ૧૩ માર્ચ સુધી હાલ લગ્ન સિઝન પુર બહારમાં ચાલુ છે ત્યારે પછી હોમાષ્ટક અને મીનારબના એક મહિનાના કમુરતાના બ્રેક પછી તા. ૧૭-૧૮ એપ્રિલથી પુનઃ લગ્નસરાનો પ્રારંભ થઈ જશે. આપક્ષમાં લગ્ન માટે તા. ૦૮-૦૯-૧૦ તથા ૧પ શુભ નક્ષત્રો હોવાથી તેમાં સંખ્યાબંધ લગ્નોનું આયોજન થયેલ છે. ઉપનયન માટે તા. ૦૭-૧૦-૧પ વાસ્તુ પુજન માટે તા. ૦૭ તથા ૧પ, કળશ – સ્થાપન માટે તા. ૧૧ તથા ૧પ તથા ખાતમુહુર્ત માટે તા. ૦૭-૦૮ શુભ દિવસો છે.
સામાન્ય દિશુદ્ધિની દ્રષ્ટિએ ખાસ કરીને પ્રયાણ, મુસાફરી, મહત્વની મીટીંગ, ખરીદ, વેચાણ, કોર્ટ કચેરી, દસ્તાવેજી પ્રકારના કે તેવા અન્ય રોજબરોજના અન્ય કાર્યો માટે આ પક્ષમાં તા. ૦૭-૧૦-૧૧ શુભ-શ્રેષ્ઠ, તા. ૦પ-૮-ર૦૧૯ તથા ૧૩ મધ્યમ કક્ષાના તથા તા. ૦૬-૧ર-૧૪-૧૬-૧૭-૧૮ તથા ૧૯ અશુભ છે.
ગોચરના ગ્રહોનું ભ્રમણ જેમાં સુર્ય મકર-કુંભમાં, મંગળ મેષમાં, બુધ મકર-કુંભમાં, ગુરૂ વૃશ્વિકમાં શુક્ર તથા શનિ ધનુ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે. ચંદ્ર મકરથી કર્ક રાશિ સુધીનું ભ્રમણ પુનમ સુધીમાં પુરૂ કરશે. મંગળ મેષમાં હોવાથી જેમની કુંડળીમાં મંગળ સ્વગૃહી હશે તેમને માટેઆ તબક્કો સારા પરિવર્તન વાળો બની રહેશે.
વર્તમાન તબક્કો ધન-મિથુન-મીન તથા કર્ક માટે (શ્રેષ્ઠ) ધાર્યા કાર્ય્માં સફળતા, નાણાકીય લાભ, આનંદ .લ્લાસ, સુખ-સંગેષ તથા સુખદ અનુભુતિ સુચવે છે. જયારે સિંહ-તુલા – મકર – મેષ માટે (મધ્યમ ઉદ્વેગ, કલાહ, મહત્વના કાર્યોમાં વિધનો, વિલંબ, નાદુરસ્તી તથા આવકના પ્રમાણમાં ખર્ચ વધારે રહ્યા કરે. જયારે વૃષભ, વૃશ્વિક, કુંભ તથા કન્યા માટે (સામાન્ય) દ્રવ્ય વ્યય, ઘર્ષણ, કૌટુંમ્બિક કલહ- હાનિ, તોહમત, માન ભંગ તથા પ્રતિ કુળતાનું વાતાવરણ રહ્યા કરે. મુંઝવતી અંગત સમસ્યાઓના નિરાકરણ માટે વાચક ભાઈ બહેનો મો.નં. ૯૮૯૮૪૦૯૭૧૧ તથા ૯૪ર૮૩૯૬૩૩૬ ઉપર ફોન કરી માર્ગદર્શન મેળવી શકશે.
ખગોળ રસિકો તા. ૧૪- ચંન્દ્ર – રોહિણી, તા. ૧૯ ચન્દ્ર મધાની યુતિ તથા તા. ૧૯ પુર્ણિમાંનો ચંન્દ્ર આકાશમાં નિહાળી શકાશે.