પીપાવાવ પોર્ટ કોલોની માથી કસ્ટમ ઈન્સ્પેકટરના ઘરેથી લાખો રૂપિયાનો વિદેશી ઓરીજનલ દારૂ પકડાય ત્રણ ત્રણ દિવસના કોર્ટમાંથી રિમાન્ડ મંજુર થાય છતાં જયદેવ ચારણ ઉપર કોઈ કાર્યવાહી નહી ? જો મોઢુ ખુલ્લે તો કસ્ટમના ઉચ્ચ અધિકારીઓના તપેલા ચડી જવા બાબતે ભીનુ સંકેલવાના એંધાઈ દેખાઈ રહ્યા છે.
પીપાવાવ પોર્ટમાં ઓરીજનલ વિદેશી દારૂનો વેપલો ઘણા સમયથી ચાલતો હતો પરંતુ નિર્લિપ્તરાયની બાઝ નજરે આ કસ્ટમના અધીકારીઓ અને જયદેવ ચારણના જ કવાટરમાંથી પહેલી રેડમાં ૩ હજાર અને કોર્ટ રિમાન્ડ દરમ્યાન તેના જ કવાટરમાંથી ૧ લાખ ૧૯ હજારનો ફરીવાર દારૂ પકડાય તો એસ.પી. નિર્લિપરાય અને સ્થાનિક પોલીસ ચોંકી ગયા હતાં. રાજુલા જાફરાબાદ પંથકમાં ખળભળભાટ મચી ગયો હતો. છતા જયદેવ ચારણ ઉપર કોઈ કાર્યવાહી નહીં થવાના એંધાણ દેખા રહ્યા છે. અને જો જયદેવ ચારણ મો ખોલે તો કસ્ટમના જ અધિકારીઓના તપેલા ચડી જાય અુેમ છે. એટલે પકડાયેલા દારૂના મોટા જથ્થાને મરીન પોલીસ દ્વારા બિનવારસી બતાવાય રહ્યો છે. અને અજાણ્યા ઈસમ વિરૂધ્ધ ગુન્હો નોંધ્યો છે. અને આ બાબતે સિકયુરીટીની પોલ પણ ખુલી જવા પામી છે. અને રાત્રીના સમયે કસ્ટમ ઓફીસમાં પોલીસને નહીં આવવાની મનાય આ આ બધુ શુ સુચવે છે. આ કિસ્સો અત્યારે હાઈ પ્રોફાઈલ બની ગયો છે. અને શા માટે આ બાબતે મરીન પોલીસને ર૪ કલ્લાસ વિત્યા તેમ છતા હજુ સુધી આ લાખો રૂપિયાના પકડાયેલા ઓરીજનલ વિદેશી દારૂના જથ્થાની કડી મળી નથી ? કસ્ટમ ઈન્સ્પેકટર જયદેવ ચારણ કેમ રિમાન્ડ દરમ્યાન કોઈના નામ દેતો નથી આમા સેકયુરીટીથી લઈ ઉચ્ચ કસ્ટમ અધિકારીઓની અને દીગ્ગજ રાજકારણીઓની અને સ્થાનિક આગેવાનોનું મૌન સેવાય રહ્યું છે. તો શું સંડોવણી સીધી શંકાની સોય ભોંકાય છે માટે તટસ્થ તપાસ થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે.