શહેરમાં ૧૦૦ કરતાં વધુ ટુ-વ્હીલર ચોરનારો એજ્યુકેટેડ ચોર ઝડપાયો

726
gandhi16122017-3.jpg

શહેરના અલગ અલગ વિસ્તારમાં ૧૦૦ કરતાં વધુ ટુવ્હિલરની ચોરી કરી તેના સ્પેરપાટ્‌ર્સ વેચી મારનારો એમએસસી ભણેલો એજ્યુકેટેડ ચોર ઝડપાયો છે. મિોણનગર વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં યુવક એિએક્ટવાની ચોરી કરતો હતો ત્યારે સ્થાનિકોએ તેને પકડીને પોલીસના હવાલે કર્યો હતો.ત્રણ વર્ષ પહેલાં મિએણનગર પોલીસે વાહન ચે?કિંગ દરમ્યાન આ યુવકની ચોરીના બાઇક સાથે ધરપકડ કરી હતી, જેની પૂછપરછમાં ૧૦૦ કરતાં વધુ વાહન ચોર્યાં હોવાની કબૂલાત કરી હતી.
મણિનગર વિસ્તારમાં આવેલા ઘનશ્યામ એપાર્ટમેન્ટમાં રહેતાં હરિપ્રિયાબહેન હરેન્દ્રભાઇ સોનીએ મિાણનગર પોલીસ સ્ટેશનમાં વાહનચોર વિરુદ્ધમાં ચોરીની ફરિયાદ કરી છે.ગઇ કાલે વિધાનસભા ચૂંટણીના કારણે પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત હતી તે સમયે વટવા વિસ્તારમાં આવેલ વિંઝોલ ક્રોસિંગ પાસેની મોહજગત સોસાયટીમાં રહેતો અને વાહનચોરીમાં એક્સ્પર્ટ જિમી પ્રદીપભાઇ શર્મા વાહનચોરી કરવા માટે નીકળ્યો હતો. મિરણનગર વિસ્તારમાં આવેલ ઘનશ્યામ એપાર્ટમેન્ટના ર્પાકિંગમાં જિમી ડુપ્લીકેટ ચાવીથી એક્ટિવા ખોલવાની કોશિશ કરતો હતો તે સમયે એક્ટિવાનાં માલિક હિભરપ્રિયાબહેન તેને જોઇ ગયાં હતાં. હિોરપ્રિયાબહેનના પુત્ર આનંદભાઇ તેમજ સ્થાનિકોએ જિમીને રંગેહાથ ઝડપી પાડ્‌યો હતો અને પોલીસ કંટ્રોલમાં ફોન કરીને તેને પોલીસના હવાલે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે માર્ચ-ર૦૧૪માં મણિનગર પોલીસ વાહન ચેકિંગ કરતી હતી તે સમયે ?જિમ્મી ચોરીના વાહન સાથે નીકળ્યો. પોલીસને જિમ્મી પર શંકા જતાં તેની અટકાયત કરી હતી. જિમ્મીની પૂછપરછમાં તે પોશ વિસ્તાર, શોપિંગ મોલ, રેલવે સ્ટેશન, સિવિલ હોસ્પિટલ જેવા ગીચ વિસ્તારમાં પહોંચી જઈને વાહનચોરીની ઘટનાને અંજામ આપતો હતો. એમએસસીનો અભ્યાસ કરીને જિમ્મી શર્મા બાઇક મોડીફાઇ કરવાનું કામ કરતો હતો, જેમાં તે ચોરીની લતે ચઢી ગયો હતો. હાલ એિઇક્ટવાની ચોરી કરવાના ગુનામાં મિવણનગર પોલીસે તેની ધરપકડ કરી છે.

Previous articleભાજપની સરકાર બની તો ત્રણ આંદોલનકારીનું શું થશે ? ચર્ચાનો વિષય
Next articleસે.-૧પ સ્ટ્રોંગ રૂમ ખાતે કોંગ્રેસની ચોકીદારી