ગારિયાધાર શહેરના નવાગામ રોડ પાસે સુખનાથ પ્લોટ વિસ્તારમાં પાણીની, ડ્રેનેજ ગટરનું કામ ન.પા. કોન્ટ્રાકટર દ્વારા આજરોજ પ્રારંભ કરાતા સ્થાનિક રહીશો દ્વારા આ કામથી વીસતારના રહીશોએ ઉલટી વધુ હેરાનગતી ભોગવવાની આશંકા જતાવીને કામ અટકાવી દેવાયું હતું. અને વિસ્તારના લોકોનું ટોળુ પણ એકત્ર થઈ ગયેલ હતું. જયારે ન.પા. તંત્ર અટકાયેલું કામ ચાલુ રખાવવા પોલીસ બંદોબસ્ત પણ માંગવામાં આવેલો હોવાનું જાણવા મળેલ, આમ પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રના કોન્ટ્રાકટ દ્વારા ખોદકામ ચાલુ રખાયેલ હતું. નોંધનીય બાબત છે કે હાલના દિવસોમાં જે ડ્રેનેજ ગટર કામ ચાલી રહેવું છે તે ગટરનું આગળનું કામ કે જે નિર્માણ થયાના પ્રથમ ચોમાસાની સીઝનમાં પાણી ભરવાથી દિવાલો ધરાશાયી થયેલ હોય તેવી સ્થિતિમાં હાલમાં દેખાયે રહેલ છે. વળી તેબ ાબતે તંત્ર દ્વારા પણ કાર્યવાહી કરી હોય તેવું સચોટ જાણવા મળેલ નથી. જયારે હાલના દિવસોમાં પણ તેવી જ ક્ષતી ઉભી થશે તો તંત્રની તિજોરીને નુકસાન સિવાય કશુ નહીં થાય તેવી સંભાવતા રહેલી છે. વળી આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા ન.પા. તંત્રમાં મામલે વિગતે રજુઆત પણ કરી દીધી હોવાનું જાણવા મળેલ છે. જયારે રહિશોની રજુઆત તંત્ર ધ્યાનમાં વેશે કે પછી રાબેતા મુજબ અગાઉની બનેલ ડ્રેનેજ ગટરની જેમ ભુલો કેરી પૈસા પાણીમાં વહેવંકાવશે તે જોવું રહ્યું.