પો.સ્ટેના ઈ.ચા. પો.ઈન્સ ડી.એ.તુવરને બાતમીમ ળેલ કે રાજુલામાં ભેરાઈ રોડ પર રહેતા વલ્કુભાઈ માણકુભાઈ વાળા તથા ઈમરાન અબ્દુલભાઈ કાબરીયા રહે રાજુલા મફતપરા વાળા વલકુભાઈના રહેણાંક મકાને ભારતીય બનાવટની પરપ્રાંતનો ઈંગ્લીશ દારૂ રાખી વેચાણ કરે છે. તેવી ચોકકસ બાતમી આધારે ન.પો. અધિ. સાવરકુંડલા કે.જે.ચૌધરી માર્ગદર્શન હેઠળ રાજુલા પો.સ્ટે.ના ઈ.ચા. પો.ઈન્સ. ડી.એ. તુવર તથા પો.સબ.ઈન્સ વી.વી.પંડયા તથા પો.સબ. ઈન્સ. જી.જી. જાડેજા તથા રાજુલા પો.સ્ટે. સ્ટાફ દ્વારા વલ્કુભાઈ માણકુભાઈ વાળા રહે. ભરાઈ રોડ તા. રાજુલા વાળાના રહેણાંક મકાને રેઈડ ભારતીય બનાવટની પરપ્રાંતનો ઈંગ્લીશ દારૂ ૬૯ બોટલ કિ.રૂા. ૩૧,ર૬૦નો દારૂ ઝડપી લીધેલ. જેમાં ઈમરાન અબ્દ્યુલભાઈ કાબરીયા (ઉ.વ.૩પ ધંધો ડ્રાઈવીંગ રહે. રાજુલા), વલકુભાઈ માણુકભાઈ વાળા (રહે. ભેરાઈ રોડ તા. રાજુલા) વિરૂધ્ધ રાજુલા પો.સ્ટે.માં ધી પ્રોહી એકટ મુજબ ગુનહો રજી કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે. આ કામગીરીમાં ઈ.ચા. પો.ઈન્સ ડી.એ.તુવર તથા પો.સ.ઈ. વી.વી. પંડયા તથા પો.સ.ઈ. જી.જી. જાડેજા તથા હેડ કોન્સ. બહાદુરભાઈ દાનાભાઈ વાળા હેડ કોન્સ. ધનસુખભાઈ ઠાકરશીભાઈ વ્યાસ, હેડ કોન્સ. હમીરભાઈ હાજાભાઈ કામળીયા, હેડ. કોન્સ મગનભાઈ કાળુભાઈ પીછડીયા, પો.કન્સ હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ, પો.કોન્સ. મેહુલભાઈ ભુપતભાઈ પંડયા, પો.કોન્સ હરપાલસિંહ ગજરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. મનુભાઈ રામભાઈ માંગણીઓએ કામગીરી કરેલ છે.