ઘાંઘળી ગામે યુવાન પર જીવલેણ હુમલો કરનાર પિતા પુત્રને પાંચ વર્ષની સજા

2328

ગત તા.૨૬-૮-૨૦૧૬નાં રોજ શિહોર તાલુકાના ઘાંઘળી ગામે મહેશભાઈ અરજણભાઈ વેગડ જાતે કોળીએ તેમના સગાભાઈ રાજુભાઈ અરજણભાઈ ભેંસો ચરાવી ઘરે જતા હતા તે વેળાએ રસ્તામાં એક ભેંસે રણજીતભાઈ વિનુભાઈ મકવાણા જાતે કોળી ઉ.વ.૨૬ પુછડુ મારતા તેને રાજુભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારબાદ રાજુભાઈ દિલાભાઈના ઘર પાસે આવેલા ત્યારે રણજીત વિનુભાઈ મકવાણા અને તેના પિતા વિનુભાઈ રવજીભાઈ મકવાણો લડાઈ ઝઘડો કરી એક સંપ કરી ઉશ્કેરાઈ જઈ રાજુભાઈ અરજણભાઈ વેગડને છરીનો ઘા પેટના જમણા પડખે મારી દઈ ગંભીર ઈજા કરી તેઓનું મોત નિપજાવવાની કોશીષ કરેલ આ અંગે જે તે સમયે મહેશભાઈ વેગડે શિહોર પો.મથકમાં ફરીયાદ આપતા પોલીસે ઉક્ત આરોપીઓ સામે ઈપીકો કલમ ૩૦૭, ૫૦૪, ૧૧૪, જીપીએક્ટ ૧૩૫ મુજબનો ગુનો નોંધ્યો હતો.

આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના પ્રિન્સી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શુભદ્રાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ વિપુલભાઈ દેવમુરારીની દલીલો મૌખીક પુરાવા ૧૮, દસ્તાવેજી પુરાવા ૨૦, વિગેરે બાબતે ધ્યાને લઈ રણજીત વિનુભાઈ મકવાણા તથા વિનુ રવજીભાઈ મકવાણા બંન્ને આરોપીઓ સામેનો ઈપીકો કલમ ૩૦૭, ૧૧૪ મુજબના ગુના સબબ તકસીરવાન ઠરાવી બન્ને આરોપીઓને પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂા.૨૦૦નો દંડ ફટકાર્યો હતો.

Previous articleરાજુલાના ભેરાઈ રોડ પરના મકાનમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપી લેતી એસઓજી પોલીસ
Next articleભાવનગરમાં સ્વાઈન ફલુથી વધુ એક વ્યક્તિનું મોત