ભાવનગરથી સવારે ૬.૧૫ કલાકે ઉપડતી ટ્રેન નમ્બર ૨૬૮ પાલીતાણા જવા માટે હેકડે ઠેક મુસાફર ભરી રવાના થયેલ.
તે દરમિયાન આ ટ્રેન સિહોર પોહચતા સિહોર સ્ટેશન માસ્તરને પેટ્રોલ મેન દ્વારા ટ્રેન રોકવાનો સંદેશ મળતા આ ટ્રેન સિહોર ખાતે ટ્રેન થોભાવી દીધી બાદ સંપૂર્ણ વિગત સ્ટેશન માસ્તરે મેળવતા જાણવા મળેલ કે મોર્નિંગ પેટ્રોલ મેન સ્ટેશન થી ૪/૪/૫ પર સવારે ૬.૦૦ કલાકે પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન સ્થળ પર રેલવે ટ્રેક માં મોટી તિરાડ જોવા મળેલ આ તિરાડ થી ટ્રેન ને મોટો અકસ્માત સર્જાવાની શક્યતાઓ જણાતા સ્ટેશન માસ્તરને તથા પી ડબ્લ્યુ આઈ જાણ કરવામાં આવેલ તેથી ટ્રેન સિહોર સ્ટેશન પર રોકવામાં આવેલ બાદ જવાબદાર અધિકારી વ્યક્તિ સ્થળ પર પોહચી ટ્રેક પર ક્લેમપિંગ કરી રોકાવેલ ટ્રેન ને સિહોર ખાતે થી આજ ટ્રેક પર ઘટના સ્થળે થી માત્ર ૧૦ની સ્પીડે પસાર કરી
મુસાફરોને તેના યોગ્ય સ્ટેશન સુધી પોહચાડ્યા હતાં. પેટ્રોલમેન મનિષભાઈ માળી અને સર્વેશ કુમારની સમય સુચકતાને કારણે એક મોટો રેલ હાદસો થતા અટક્યો હતો