સે. ૧પ ખાતે ગાંધીનગર જિલ્લાની તમામ પાંચેય બેઠકોના ઈવીએમ સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે.
જિલ્લાનું સરેરાશ મતદાન ૭૧.૩૭ ટકા જે ગઈ વખતના ૭પ.૪૯ ટકા કરતાં ઘટયું છે. મતદારોએ થોડીક નિરાશા બતાવી છે. વળી ઈવીએમ વિવાદને અને ચેડા કરવાની અફવાઓ વચ્ચે ઈવીએમની ચોકી કરવા કોંગ્રેસે માણસો બેસાડયાના સમાચાર છે. કોંગ્રેસને ભાજપમાં વિશ્વાસ નહીં હોવાથી માણસો મુકયા છે. જે સ્ટ્રોંગરૂમમાંથી કંઈ પણ હિલચાલ પર નજર રાખી રહ્યા છે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું બીજા અને અંતિમ તબકકાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને એકઝીટ પોલ દ્વારા ભાજપને ૧૧પ થી ૧૩પ સુધીની સીટો મળે તેવી બૂમરાડ મચાવવામાં આવી છે ત્યારે કોંગ્રેસ જયારથી પ્રચારમાં ઉતરી છે ત્યારથી કયાંય કાચું કપાઈ ન જાય તેનું તમામ પ્રકારે ધ્યાન રાખી છે. એકઝીટ પોલના જે પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસ દ્વારા તમામ જગ્યાએ કોંગ્રેસી કાર્યકરો દ્વારા જયાં એવીએમ મશીનો મુકવામાં આવ્યા છે તે સ્ટ્રોકરૂમની અંદર ખાનગીમાં ચેંડા ન થાય તે માટે ચોકીદારી કરવામાં આવી રહી છે. રાજયની ૬.પ૦ કરોડની જનતાના ચોકીદાર ઉપર વિશ્વાસ ઉઠી ગયો હોય તેમ મજબૂતાઈથી રાત-દિવસ ચૂંટણીમાં ભારે જહેમત ઉઠાવીને પ્રચાર-પ્રસાર કર્યા બાદ નેતાઓ, ઉમેદવારો થાકના કારણે ભલે આરામ ફરમાવી રહૃા હોય પણ કોંગ્રેસના આ કાર્યકરો કોઈ જાખમ લેવા માંગતા ન હોય તેમ સ્ટ્રોકરૂમની ચોકીદારી કરી રહૃા છે.
સ્ટ્રોગરૂમની ચોકીદારી પોલીસ, બીએસએફથી લઈને ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ થઈ રહી છે અને વાતોના વડા અને ગપગોળાઓ બજારમાં ફરતાં થતાં આવા પડીકાઓથી ભરમાઈને કોંગ્રેસ કોઈ જાખમ લેવા માંગતી ન હોય તેમ કોંગ્રેસી કાર્યકરો આર્મીમેનની જેમ સૈનિકો બનીને રાત-દિવસ ઉજાગરા કરીને સ્ટ્રોગરૂમની બહાર પડાવ નાંખી દીધો છે.