ભાવનગર શહેરી વીસ્તારમાં લોકોમાં આરોગ્ય વિષયક જાગૃતિ લાવવા માટે તેમજ સમાજમાં સ્વસ્થતા અંગેનો બદલાવ લાવવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા અર્બન હેલ્થ સોસાયટી, ભાવનગર મહાપાલિકા આયોજિત સપ્તધારાથી સ્વાસ્થ્ય કાર્યક્રમ અંગે તા. પ-ર-ર૦૧૯ થી તા. ૭-ર-ર૦૧૯ સુધી ત્રણ દિવસીય વર્કશોપનું આયોજન ખોડીદાસ પરમાર ઓડીટોરીયમ હોલ, સરદારનગર, ભાવનગર ખાતે કરવામાં આવેલ છે.
વર્કશોપનું ઉદ્દઘાટન, ભાવનગર મહાપાલિકાના આરોગ્ય વિભાગના મેડીકલ ઓફીસર ડો.આર.કે.સિન્હાના હસ્તે કરવામાં આવેલ. આ વર્કશોપમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ફરજ બજાવતા એ.એન.એમ. સ્ટાફનર્સ, આશા બહેનો તેમજ ભાવનગર મેડીકલ કોલેજના પી.એસ.એમ. વિભાગના કર્મચારીઓએ ભાગ લીધેલ છે. વર્કશોપમાં ટ્રેનર તરીકે આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી કીરીટભાઈ શેલત, મુકેશભાઈ ભટ્ટ તેમજ તેમની ટીમના કુલ ૧ર સભ્યો હાજર રહેલ છે.
વર્કશોપમાં સપ્તધારાથી સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિષયક ૭ + ૪ હેલ્થ ઈન્ડીકેટર્સને ધ્યાનમાં રાખી ૭ મુખ્ય કલાઓ જેમ કે, નૃત્ય કલા, સંગીત કલા, હેલ્થ ગરબા, ફટાણા, વાર્તા, દોહા, નાટકો વગેરે વિવિધ કલાઓ દ્વારા આરોગ્યપ્રદા કાર્યવાહી કરવા માટે સમજણ આપવામાં આવેલ.