ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરિચ બ્યુરો ભાવનગર દ્વારા શિહોરની ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિશેષ જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો.આ કાર્યક્રમમાં શિહોરના તાલુકા વિકાસ અધિકારી જે.એચ.ચૌધરી, વિસ્તરણ અધિકારી વિરેન્દ્રસિંહ ગોહિલ, સ્વચ્છ ભારત મિશનના બ્લૉક કોર્ડિંનેટર હંસાબેન ભોજ, ક્લસ્ટર કોર્ડિંનેટર પરેશભાઈ મકવાણા, ટેકનિકલ આસિસ્ટન્ટ યશોધરભાઈ ડાભી, નગરપાલિકાના એમઆઇએસ જયભાઈ, ગોપીનાથજી ટ્રસ્ટના ચેરમેન રમેશભાઈ રાઠોડ તેમજ
સમાજસેવક મુકેશભાઈ પંડિતની વિશેષ ઉપસ્થિતિ રહી સાથે કોલેજના આચાર્ય યોગેશભાઈ, એનએસએસ કોર્ડિંનેટર તેમજ પ્રાધ્યાપકગણની હાજરીમાં વિદ્યાર્થીનીઓને અને નગરજનોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવ્યો.
ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના વક્તવ્ય દ્વારા સ્થાનિક રહીશોને સ્વચ્છતા અંગે જાગૃત કર્યા હતા તેમજ ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન સાથે જોડાઈ ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે અપીલ કરી હતી.ભારત સરકારના ફિલ્ડ એન્ડ આઉટરિચ બ્યુરો ભાવનગર કાર્યાલયના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ મહેમાનોના સ્વાગત સાથે કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કર્યો હતો.સ્વચ્છતા સંદર્ભે સરકારી તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરી વિશે લોકોને જાણ થાય અને સ્વચ્છતા અભિયાનમાં સૌ કોઈ જાગૃત થઈ પૂર્ણ સહયોગ આપે તે માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું .
તાલુકા વિકાસ અધિકારી જ.એસ.ચૌધરીએ તાલુકામાં ચાલતી સ્વચ્છતાની કામગીરી અંગે માહિતી આપવાની સાથે સ્વચ્છતા એ આપણા સૌની જરૂરિયાતછે અને સ્વચ્છતા જાળવવી એ આપણી ફરજ હોવાનું જણાવ્યું હતું.
સંસ્થાના ચેરમેન રમેશભાઇ રાઠોડે રાષ્ટ્રને સમર્પિત થઈ રાષ્ટ્ર માટે જીવવું એજ સાચું જીવન હોવાનું જણાવતાં કહ્યુંકે સ્વચ્છતા જાળવવી અને સ્વચ્છ ભારતનું નિર્માણ એ જ આપણી સાચી દેશસેવા છે.
મુકેશભાઈ પંડિતે શહેરમાં હોય કે ગામ માં પણ ગંદકી એ આપણા દેશ પર લાગેલુ મહકલંક છે અને આ કલંક ને દૂર કરવા જાગૃત લોકોએ આગળ આવવાની જરૂર છે તેમ જણાવેલ.