તેલુગુ ટીવી અબિનેત્રી નાગા ઝાંસીએ આજે સવારે હૈદરાબાદ સ્થિત પોતાના આવાસ પર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. તેનો મૃતદેહ પંખા પર લટકતી હાલતમાં મળી આવતા સનસનાટી મચી ગઇ હતી. સુત્રોના કહેવા મુજબ અભિનેત્રી શ્રીનગર કોલોનીમાં સ્થિત પોતાના ફ્લેટ પર મૃત હાલતમાં મળતા તેના ચાહકોમાં ભારે ચર્ચા છે. પોલીસના કહેવા મુજબ અભિનેત્રી ફ્લેટમાં એકલી હતી. તેના ભાઇ દુર્ગા પ્રસાદે દરવાજો ખખડાવ્યો હતો પરંતુ કોઇ જવાબ અંદરથી નહીં આવતા શંકા ગઇ હતી. ત્યારબાદ પ્રસાદે પડોશી લોકોને બોલાવી લીધા હતા. જ્યારે તમામે સાથે મળીને દરવાજો તોડ્યો ત્યારે તમામ ચોંકી ગયા હતા. નાગાનો મૃતદેહ પંખા પર લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. એટોપ્સી માટે અભિનેત્રીનો મૃતદેહ ગાંધી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો હતો. પંજગટ્ટા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાની નિવાસી ઝાંસી મા ટીવી પર આવનાર પવિત્ર બંધન નામની સિરિયલમાં યાદગાર ભૂમિકા અદા કરી હતી.
આ ઉપરાંત કેટલીક ટીવી સિરિયલમાં પણ ભૂમિકા અદા કરી હતી. તે છેલ્લા કેટલાક મહિનામાં અમીરપેટ એરિયામાં બ્યુટી પાર્લર ચલાવી રહી હતી.
લોકપ્રિય ઝાંસીના સંબંધીઓની વાત કરવામાં આવે તો તે એક યુવકના પ્રેમમાં હતી. જો કે તે પ્રેમમાં ફ્લોપ રહી હતી. જેથી હાલના સમયમાં ડિપ્રેશનમાં રહી હતી. તેના મોબાઇલને સીજ કરીને વધુ તપાસ કરવામાં આવી છે. પોલીસે તેના કોલ ડેટા અને ચેટ રેકોર્ડમાં તપાસ કરવામાં આવી રહી છે.