દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્નનું માનવું છે કે, ઈંગ્લેન્ડ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની સાથે-સાથે ભારત વણ આ વર્ષે વિશ્વકપના દાવેદારોમાંથી એક છે. વોર્ને મંગળવારે ટ્વીટર પર લખ્યું, મને વાસ્તવમાં વિશ્વાસ છે કે ઓસ્ટ્રેલિયા ફરીથી જીતી શકે છે. મને લાગે છે કે ભારત અને ઈંગ્લેન્ડ પણ તેના દાવેદાર છે.
તેણે લખ્યું, જેમ આપણે જાણીએ છીએ કે અમારી પાસે પરિસ્થિતિઓ અને મેચ વિજેતા જેવા ખેલાડી છે. જો પસંદગીકાર સારી રીતે પોતાની ભૂમિકા નિભાવે તો ઓસ્ટ્રેલિયા ફરીથી વિશ્વ કપ જીતી શકે છે. ભારતે હાલમાં સીમિત ઓવર ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે આ વર્ષે વિદેશમાં ન્યૂઝીલેન્ડેને ૪-૧થી અને ઓસ્ટ્રેલિયાને ૨-૧થી પરાજય આપ્યો હતો.