શક્તિધામ વાલબાઈમાંના આશ્રમે બુધવારે સોનલબીજની ઉજવણી થશે

2081
guj16122017-1.jpg

કોટડાપીઠા પાસે ગરણી પાનસડા જાગતી જ્યોતમાં વાલબાઈમાના આશ્રમે શક્તિધામ ખાતે સોનલ બીજનું ભવ્ય આયોજન. જેમાં સીંગર ઉમેશ બારોટ, દેવાતખવડ અને બાબરીયાવાડના ભરતભાઈ બોરીચાનો સંતવાણી કાર્યક્રમ યોજાશે.
ગરણી પાનસડા પાસે શક્તિધામ ખાતે જાગતી જ્યોત રાજરાજેશ્વરીમાં વાલબાઈ માના આશ્રમે જગદંબા સોનબાઈમાની સોનલબીજ ઉજવવાનો ભવ્ય કાર્યક્રમ આગામી તા.ર૦-૧ર-ર૦૧૭ને બુધવારે બપોરે સત્યનારાયણ ભગવાનની કથા ૧ વાગે અને રાત્રે ૯ કલાકે સંતવાણી અને સાહિત્ય ક્ષેત્રે ઉમેશ બારોટ (હાલોલ) તેમજ લોકસાહિત્ય ક્ષેત્રે ધીંગાણાનો ઢોલથી પીરસશે. સારી દુનિયામાં પ્રચલીત કરનાર અને ઉંડાણભરી વાતો કરનાર દેવાતભાઈ ખવડ તેમજ ભરતભાઈ બોરીચા સાથે શ્રોતાજનોમાં લહેર લૂંટાવનાર તેમજ શિવરાજભાઈ વાળા સહિતનો કાર્યક્રમ યોજાશે. જેનો લાભ લેવા જાગતી જ્યોતમાં વાલબાઈના સાનિધ્યમાં પધારવા આયોજક સેવકગણ દ્વારા જણાવાયું છે.

Previous articleયશવંતરાયમાં નાટય સ્પર્ધા
Next articleશિયાળબેટના લોકોને ર રૂા. કિલો રેશનના ઘઉ લેવા જવા માટે રૂા.૬૦નો થતો ખર્ચ !