ગાંધીનગર માણસા પર આવેલા બાપુ ગુજરાત નોલેજ વિલેજ કેમ્પસની સંલગ્ન શૈક્ષણિક સંસ્થા શંકરસિંહ વાઘેલા બાપુ ઈન્સ્ટીટયુટ ઓફ ફાર્મસીના છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં સાત વિદ્યાર્થીઓ જીટીયુ અને આઈઈપી (ઈન્ટરનેશનલ એક્સ્પીરીયન્સ પ્રોગ્રામ) માં સાત અઠવાડીયાના ફાર્મસી ક્ષેત્રેના ફાર્માકોલોજી અને મેડીસિનલ કેમેસ્ટ્રીના અભ્યાસ કાર્યક્રમમાં પસંદગી પામ્યા છે. આંતરરાષ્ટ્રીય લેવલેના અભ્યાસ કાર્યક્રમમાં પસંદગી બદલ શંકરસિંહ વાઘેલા બાપુ ઈન્સ્ટીટયુટ ઓફ ફાર્મસીના પ્રિન્સીપાલ પ્રો. ધર્મેશ ગોલવાલા અને સમગ્ર અધ્યાપકગણ ગૌરવની લાગણી અનુભવી, પસંદ પામેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.