ઉંઝાના પૂર્વ કોંગી ધારાસભ્ય આશાબેન પટેલ ભાજપમાં ભળશે એ વાતે જોર પકડ્યું છે. પરંતુ કોંગ્રેસ છોડ્યાના પાંચ દિવસ બાદ પણ હજુ સુધી તેઓ એકપણ પક્ષમાં જોડાયા નથી. તેમની સામે વિધાનસભા પરાજીત થયેલા પૂર્વ મંત્રી(ભાજપ)નારણ લલ્લુ પટેલ આશાબેનની એન્ટ્રી રોકવા મુખ્યમંત્રી સુધી પહોંચ્યા છે.
નારણ પટેલે ભાજપ પ્રદેશ નેતાઓને ધમકી આપી છે કે જો ઉંઝા છઁસ્ઝ્રના ચેરમેન પદનો સોદો કરશો તો અમે પાર્ટીમાં બળવો કરીશું. આ સાથે ગુજરાત કોંગ્રેસના મંત્રી વંદના પેટેલે કહ્યું કે આશાબેન પાછા સરકારી નોકરીએ લાગી જાય અમે પાછા નથી લેવાના. ભાજપે આશાબેન સાથે ઉંઝા છઁસ્ઝ્રના ચેરમેન પદનો સોદો કર્યો છે. આશાબેનના અંગત એવા ભાજપના જ દિનેશ પટેલને અબજોના ટર્ન ઓવર ધરાવતી અને એશિયાની સૌથી મોટી ઉંઝા છઁસ્ઝ્રના ચેરમેન બનાવી દેવાશે તો હું ભાજપમાં આવીશ એવો સોદો થયો છે.
જોકે ભાજપમાં જ દિનેશ પટેલ અને નારણ પટેલના પુત્ર ગૌરાંગ પટેલના અલગ-અલગ જૂથ હોવાથી પાર્ટીમાં ધમાસાણ ઉભું થવાની સ્થિતી છે.
નારણભાઈ કાલે જ કમલમમાં ઝ્રસ્ રૂપાણીને મળ્યા હતા. હવે ભાજપ પ્રદેશનું મવડી મંડળ આશાબેનની એન્ટ્રી પર રોક લગાવી શકે છે. નારણ પટેલે કહ્યું છે કે બેન ભાજપમાં આવશે તો પણ છઁસ્ઝ્ર ચેરમેન તો મારો પુત્ર ગૌરાંગ પટેલ બનશે.
નારણ પટેલે કહ્યું કે ‘હા હું ઝ્રસ્ અને મહામંત્રી ભીખુ દલસાણિયાને કાલે મળવા ગયો હતો.’ ગુજરાત કોંગ્રેસના મંત્રી વંદના પટેલે કહ્યું કે ‘આશાબેને કોંગ્રેસ પાર્ટી અને પાટીદારો સાથે ગદ્દારી કરી છે. આશાબેન રાહુલજીને સલાહ આપીને રાજીનાનું મોકલી ગંભીર ભુલ કરી છે જો પ્રદેશ પ્રમુખને રાજીનામું મોકલ્યું હોત તો અમે સમજાવી કોંગ્રેસ પાર્ટીમાં પાછા લઈ લેતા. હવે અમે તો લેવાના નથી, બેન પાછા સરકારી નોકરીમાં લાગી જાય તો સારું.