રાય, પારુલ, આર.કે. યુનિવર્સિટીમાં ચાલતા એગ્રીકલ્ચરના કોર્સ અમાન્ય

720

રાજ્ય સરકાર દ્વારા રાય, પારૂલ અને આર.કે.યુનિવર્સિટી સહિત અન્ય પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં ચાલતા બીએસસી(એગ્રી.)સહિતના કૃષિ સંલગ્ન અભ્યાસ્ક્રમ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ત્રણેય યુનિર્વસિટીએ કેસ હારી જતાં સરકારે આ યુનિ.માં ચાલતા કૃષિ વિષયક કોર્સ અમાન્ય હોવાની જાહેરાત કરી છે.

રાય, પારૂલ અને આર.કે.યુનિવર્સિટીમાં ચાલતા કૃષિ અભ્યાસક્રમો ગેરકાયદે હોવાનું બહાર આવ્યું છે. જો કે, અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે તેમની ડિગ્રી માન્ય ઠરશે કે અમાન્ય તે બાબતે શિક્ષણ વિભાગ ટુંક સમયમાં નિર્ણય જાહેર કરશે. ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ.૨૦૦૯ હેઠળ માન્યતા ધરાવતી આ ત્રણેય યુનિવર્સિટીઓ કોઇપણ પ્રકારની સુવિધા વગર એગ્રીકલ્ચરના કોર્સ શરૂ કરી દીધા હતા. આ કોર્સમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને રાય યુનિવર્સિટીમાં તો વિદ્યાર્થીઓને એક બેંચ બહાર પડી ગઇ હતી. પણ, આ બેંચના વિદ્યાર્થીઓને રાજ્યની અન્ય સરકારી એગ્રી. યુનિવર્સિટીમાં પ્રવેશ અપાતો ન હતો.

સરકારી યુનિવર્સિટીઓ આ યુનિ.માં ચાલતા કોર્સ માન્ય ન હોવાનું કારણ રજૂ કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી ન હતી. આથી વિદ્યાર્થીઓ કોર્ટમાં ગયા હતા. રાજ્યના શિક્ષણ વિભાગના સત્તાવાર સૂત્રોના કહ્યા પ્રમાણે સુપ્રીમ કોર્ટમાં ત્રણેય યુનિવર્સિટીઓના એગ્રીકલ્ચરના કોર્સ અમાન્ય ઠેરવ્યા છે. આમ,કોર્ટમાં ત્રણેય ખાનગી યુનિ. હારી જતા રાજ્યના શિક્ષણ વિભાગે આ યુનિ.ઓમાં ચાલતા એગ્રીકલ્ચરના કોર્સ અમાન્ય હોવાની જાહેરાત કરી છે. જોકે આ જાહેરાતથી અત્યારે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અસર થશે નહીં.

Previous articleદિલ્હીની જેમ અમદાવાદમાં પણ પ્રદુષણનું સ્તર ભયજનક
Next articleવેપારીઓને બખ્ખા : હવે દુકાનો ૨૪ કલાક ખૂલ્લી રહેશે