શિક્ષા સુધારક ગ્રૃપનું વિમોચન

562

ષષ્ઠપીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી દ્રારકેશલાલજી મહારાજ ના કરકમલો દ્વારા  યમુના પુલીન ટ્રસ્ટ તેમજ રેખાબેન ભરતભાઈ રાજપોપટ દ્વારા લિખિત  “શિક્ષા સુધાકર”  ગ્રંથ નું વિમોચન સમારોહ યોજાયો હતો.

“શિક્ષા સુધાકર” માં મહાપ્રભુજી અને  હરિરાયજી રચિત શિક્ષા પત્રના અમૂલ્ય ૪૧ શ્લોકો ના ચુનંદા પદનું વૈષ્ણવો માટે સરળ ભાષામાં સમજણ, વિસ્તરણ અને અનુવાદ કરવામાં આવેલ છે. તેની સાથે સાથે  “શ્રીમદ્દ ભાગવદ નવનીત- રેખાંકન” નામની  એપ્લિકેશન નું પણ ઉદ્ધઘાટન રાખવામાં આવ્યું હતું.

યમુના પુલીન ટ્રસ્ટ તેમજ રેખાબેન ભરતભાઈ રાજપોપટ દ્વારા આગળ પણ “શ્રી યમુનાષ્ટકમ” નામનો ગ્રંથ ગુજરાતી- હિન્દી- અંગ્રેજી ત્રણેય ભાષામાં પ્રકટ કર્યો હતો.

Previous articleવેપારીઓને બખ્ખા : હવે દુકાનો ૨૪ કલાક ખૂલ્લી રહેશે
Next article‘કર્લઓન’ બ્રાન્ડ નેઈમ હેઠળ બનાવટી પ્રોડક્ટ્‌સનકલી ગેરંટી કાર્ડનો ખુલાસો થયો