આપને જાણ કરવાની કે કર્લ ઓનને હાલમાં જ ધ્યાને આવ્યું છે કે કર્લ ઓનની ડુપ્લીકેટ પ્રોડક્ટ અને ડુપ્લીકેટ ગેરંટી કાર્ડ કેટલાક વેપારીઓ દ્વારા ગ્રાહકોને આપવામાં આવે છે, ખાસ કરીને ગુજરાતમાં અમદાવાદ ખાતે કર્લ ઓન ફોમ મેટ્રેસીસ ખરીદતા ગ્રાહકો સાથે આ બની રહ્યું છે. અમદાવાદમાં ૨ ફેબ્રુઆરીના રોજ શનિવારે નિકોલ ખોખરા પોલીસ સ્ટેશનમાં આ અંગે એફઆઈઆર નોંધાઈ હતી અને આ મામલે એક વ્યક્તિની ૩ ફેબ્રઆરી, રવિવારે ધરપકડ કરાઈ હતી.
૧૦-૧૫ દિવસ અગાઉ કર્લ ઓન બિઝનેસ ઓફિસર્સ (બીઓ) રોજિંદીતપાસ નિકોલ ખોખરા, અમદાવાદમાં બે વેપારીઓને ત્યાં કરી રહ્યા હતા, તેમને એ સમયે કર્લ ઓન બ્રાન્ડેડ પ્રોડક્ટ્સની નકલી પ્રોડક્ટ્સની શંકા ગઈ હતી. તેમણે કર્લ ઓનના અધિકારીઓને તેની જાણ કરાઈ હતી. તેના પછી કર્લ ઓનની ટીમે ગ્રાહકના સ્વાંગમાં નકલી પ્રોડક્ટ્સ ખરીદી અને તેની તપાસ કરી હતી. કાળજીપૂર્વક નિરીક્ષણ કર્યા પછી જોવા મળ્યું કે એ પ્રોડક્ટ્સ નીચે મુજબ વાંધાજનક હતીઃ
ડુપ્લીકેટ ગેરંટી કાર્ડ, પ્રોડક્ટ્સના કંપની લોગોમાં અલગ શેડ હતો, પ્લાસ્ટિક બેનરનો ઉપયોગ મેટ્રેસમાં વધારાના કાર્ડ કવર માટે કરાયો હતો જે મૂળ પ્રોડક્ટમાં થતો નથી, મેટ્રેસમાં ઉપયોગમાં લેવાયેલ ફોમ હલકી ગુણવત્તાનું હતું. દરેક ફોમ શીટમાં એમ્બોઝ કરેલો કર્લઓનનો લોગો ખોટો હતો