એક તરફ પ્રધાનમંત્રી મોદી પોતાના ભાષણોમાં સ્વચ્છ ભારતની બુમરાણ કરે છે અને વાસ્તવિકતા ની નજરે ચિત્ર કઈક અલગ છે અને બીજી તરફ સ્થાનિક તંત્રમાં પણ મેનેજમેન્ટ અને સ્ટાફ અને કર્મચારીઓનો અભાવ જોવા મળે છે સિહોર નગર પાલિકા નજીક એક સો મીટર દૂર પાટિયા વાળી શેરી આવેલી છે અહીં મંદિર મસ્જિદ દરગાહ સહિત ધાર્મિક સ્થળો આવેલા છે મહત્વની બાબત એ છે કે નગર પાલિકાથી સો મીટર દૂર આવેલ પાટિયા વાળી શેરી નજીક આસપાસમાં ચારેકોર કચરાના ઢગલા ગંદકી ગટરના વહેતા પાણી થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સ્થાનિકોમાં પ્રચંડ લોકરોષ ફાટી નીકળ્યો છે ખાસ વાત કરવામાં આવે તો અહીં મંદિર મસ્જિદ દરગાહ સહિત ધાર્મિક સ્થળો આજુબાજુ માં જ આવેલા છે ધાર્મિક સ્થળે જનાર લોકોને ના છૂટકે અહીંથી નાકે ડૂચા દઈને ભયંકર દુર્ગંધ મારતી ગંદકી માંથી પસાર થઈ પાક કામ કરવા નાપાક થઈ જવું પડે છે જે આ ગામના અને બહારથી દર્શનાર્થે આવતા લોકો ની કમનસીબી ગણી શકાઈ કારણકે ધાર્મિક સ્થળ પર જવાના રસ્તાઓ પર આ તંત્ર અને સત્તા પર બેઠેલાઓ વામણા પુરવાર થયા છે તે કહેવું સહેજ પણ ખોટું નથી ત્યારે વહેલી તકે સાફ સફાઈ થાય તે પણ એટલું જ જરૂરી છે.