સ્વામીનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવ નુ અનેરૂ મહત્વ છે વર્ષો પહેલા સ્વામીનારાયણ ભગવાને લોયા માં ૬૦ મણ રીંગણા અને ૧૮ મણ ઘી ના વઘાર કરી ને ભવ્ય શાકોત્સવ કર્યો હતો અને પ્રમુખ સ્વામી મહારાજે પણ લોયાની પાવન ભુમિ ભવ્ય શાકોત્સવ કર્યો હતો
એ વખતના લોયા ના શાકોત્સવ ની ઝાંખી કરાવતો દિવ્ય શાકોત્સવ બોટાદ જીલ્લાના રાણપુરમાં પ્રમુખસ્વામી માર્ગ ઉપર આવેલ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદીર ખાતે કરવામાં આવ્યો હતો શાકોત્સવ દરમ્યાન મંદીરના સભા મંડપ માં ભવ્ય સત્સંગ સભા યોજાઈ હતી જેમાં સાળંગપુર થી વિધ્વાન સંતો ખાસ પધાર્યા હતા અને ભગવાન સ્વામીનારાયણે અને પ્રમુખસ્વામી મહારાજે લોયા માં કરેલા શાકોત્સવ ની રસપ્રદ વાતો સાથે સ્વામીનારાયણ ભગવાનની જીવનલીલા વિશેની ધાર્મિક વાતો કરી હતી આ શાકોત્સવ માં સંતોએ તથા બ્રહ્મભુષણ સ્વામીએ પોતાની હાથે શાક બનાવી હરિભક્તો ને પ્રેમથી જમાડ્યા હતા અને વાતાવરણ ભક્તિમય બની ગયુ હતુ આ શાકોત્સવ નો લાભ લેવા માટે ઉદ્યોગપતિ ભુપતભાઈ મકવાણા,રાજુભાઈ મકવાણા, વિશાલભાઈ મકવાણા,કિર્તિભાઈ વઢવાણા,પુર્વ સરપંચ જીવાભાઈ રબારી, રાણપુર એ.પી.એમ.સી.ના ચેરમેન નરેન્દ્રભાઈ દવે,મોહનભાઈ મકાણી,ભરતભાઈ ચૌહાણ, વજુભાઈ વાઘેલા, દીલીપભાઈ ચંહાણ, જીગ્નેશભાઈ ગદાણી, ધનશ્યામભાઈ પુજારી સહીત અનેક આગેવાનો તથા રાણપુર તથા આજુબાજુ ના ગામડાઓમાંથી મોટી સંખ્યા માં હરિભક્તો શાકોત્સવ માં આવ્યા હતા અને શાકના મહાપ્રસાદનો લાભ લીધો હતો આ શાકોત્સવનુ આયોજન રાણપુર બીઅપીએસ મંદીરના સંત મુનીસેવાદાસ સ્વામી અને બ્રહ્મભુષણ સ્વામી તથા રાણપુર બી.એ.પી.એસ. સત્સંગ મંડળ દ્વારા આ શાકોત્સવ કરવામાં આવ્યો હતો.