લાઠી શહેરમાં સમસ્ત વૈષ્ણવોમાં આનંદો વસંત પંચમીએ બાલકૃષ્ણ લાલજી હવેલી ખાતે છપ્પન ભોગ મનોરથ ઠાકોરજી પધરામણી મહોત્સવ સંઘવી પરિવારની ઉપસ્થિતીમાં ભવ્ય ધર્મોત્સવ ઉજવાશે.
લાઠી શહેરમાં વૈષ્ણવ સમાજ બાલકૃષ્ણ લાલજીની હવેલી ખાતે છપ્પન ભોગ બડો મનોરથ ઠાકોરજીની પધરામણી મહોત્સવ આગામી તા.૧૦-૨ને રવિવાર વસંતપંચમીના દીને હરિ તથા ગુરૂની પધરામણીનો આનંદોત્સવ બાલકૃષ્ણ લાલજી એવમ ગોવર્ધનનાથજીની હવેલી ખાતે ઉત્સવ મનોરથનો દિવ્ય ધર્મ લાભ સમસ્ત વૈષ્ણવોમાં આનંદ અખંડ ભૂમંડાલાચાર્ય જગતગુરૂના પવન સાનિધ્યમાં શ્રીમદ વલ્લભાચાર્ય ગૃહાધીપતિ વૈષ્ણવાચાર્ય પ.પૂ. ગો ૧-૦૮ અભિષેક લાલજી મહોદયની ઉપસ્થિતીમાં મનોરથી પુષ્પાબેન ચંદ્રકાંતભાઈ સંઘવી ચંદ્રકાંતભાઈ હિંમતલાલ સંઘવી સહ પરિવારની ઉપસ્થીતીમાં કીર્તન આરાધના સહિત ધર્મોત્સવ ઉજવાશે.