તા.૧પ-૧ર-ર૦૧૭ શુક્રવારના રોજ ડિવિઝનલ રેલ્વે મેનેજર ભાવનગરપરા ઓલ ઈન્ડિયા રેલ્વે એન્જીનિયર્સ દ્વારા એક દિવસીય ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રેલ્વે એન્જિનિયર્સની વિવિધ લાંબા ગાળાની પડતર માંગણીઓ વિશે ભારતીય રેલ્વેના તમામ ડીવીઝનોમાં આ ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ ધરણાને સફળ બનાવવા ભાવનગર ડીવીઝનના વિવિધ ટેકનીકલ ડિપાર્ટમેન્ટના એન્જિનિયર્સ વિશાળ સંખ્યામાં હાજર રહ્યાં હતા.
માન્ય યુનિયનોના પ્રતિનિધિ અજયરાજસિંહ ગોહિલ (વે.રે. એ.યુ.) તથા આર.જી. કાબર (વે.રે.મ.સં.) વિશેષ ઉપસ્થિત રહી માંગણીઓને વાજબી ઠરાવો ટેકો આપેલ. ધરણાના કાર્યક્રમમાં મોટીસંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યાં હતા.