મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના વિમેન્સ ડેવલપમેન્ટ સેલ, શામળદાસ, આર્ટસ કોલેજ વિમેન્સ ડેવલપમેન્ટ સેલ અને ગૃહવિજ્ઞાન વિભાગના ઉપક્રમે યોજાનાર ‘સાત્વિક આહાર ઉત્સવ સ્વાદ ભાવનગરી’તા.૮-૨-૨૦૧૯ થી તા.૧૦-૨-૨૦૧૯ના રોજ યોજાનાર છે.
આ ઉત્સવનો હેતુ ભાવનગરની સ્ત્રી શક્તિને પ્રોત્સાહિત કરી અને તેઓના સ્કીલ ડેવલપમેન્ટનો પ્રયાસ છે. આ ઉત્સવથી જે બહેનો ગૃહ ઉદ્યોગ ચલાવે છે તેઓને એક પ્લેટફોર્મ મળશે. અને પોતાના પગભર થવાનો મોકો મળશે. તેમજ આ ઉત્સવમાં શાળા કોલેજની બહેનોને જોડવામાં આવેલ છે. કે જેથી તે લોકો પણ આ દરેક બાબતો શિખે જાણે તેમજ અનુભવ મેળવે.
આ કાર્યક્રમમાં કુલ ૫૦ સ્ટોલ રાખેલ છે. અને દરેક સ્ટોલ બુક થઈ ગયેલ છે. આ દરેક સ્ટોલમાં ખાદ્ય સામગ્રીઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. આ એવી સામગ્રીઓ છે કે જેમાં કલર, કેમિકલ વગેરે જેવી કૃત્રિમ વસ્તુઓ ન હોય.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન તારીખ ૮ના રોજ મંત્રી વિભાવરીબેન દવેના હસ્તે મેયર મનહરભાઈ મોરીની વિશેષ ઉપસ્થિતીમાં તેમજ કુલપતિ ડો.ગિરીશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવશે. આ ઉત્સવ દરમ્યાન રોજ સાંજે ૮-૦૦ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. તેમજ રોજ સાંજના સમયે ઉત્સવને આધારિત વિવિધ સ્પર્ધાઓ જેવી કે વકતૃત્વ સ્પર્ધા, સલાડ ડ્રેસિંગ, સારી તંદુરસ્તી માટે ક્યા પ્રકારનો ખોરાક લેવો જોઈએ તે અંગે વ્યાખ્યાન સતત યોજાતુ રહેશે.
આ ઉત્સવ દરમિયાન સેફટી માટે ફાયર ફાઈટર, ૧૦૮ની સુવિધા, મેડીકલ ટીમ અને મોબાઈલ ટોઈલેટ સતત હાજર રહેશે. આ કાર્યક્રમમાં ઉપરોક્ત વિભાગો ઉપરાંત સમગ્ર યુનિવર્સિટીના ૭૦ જેટલા સ્વયંસેવક વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેશે.