તક્ષશીલા વિદ્યાપીઠ ખાતે વાર્ષિકોત્સવની ઉજવણી

650

તક્ષશીલા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત તક્ષશીલા વિદ્યાપીઠ, કાળીયાબીડ ખાતે બીજા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો.૧ થી ૧રના વિદ્યાર્થીઓએ રાસ, શિવ તાંડવ, વેસ્ટર્ન ડાન્સ, નાટક જેવી કૃતિઓ રજૂ કરી પોતાની કલાની પ્રસ્તુતિ કરી હતી.

કાર્યક્રમ દરમ્યાન શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા શાળા પ્રત્યેના પોતાના પ્રતિભાવો વ્યક્ત કરવામાં આવેલ.

વાર્ષિકોત્સવમાં વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિ સાથે વર્ષ દરમ્યાન અભ્યાસ, સહઅભ્યાસક પ્રવૃત્તિઓ અને સ્પોર્ટસ ક્ષેત્રે ઝોન, જિલ્લા, રાજ્યકક્ષાએ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો તેમજ શિલ્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ ઉપરાંત નેશનલ લેવલ પર બ્રોન્ઝ મેડલ જીતનારનું વિશેષ સન્માન કરવામાં આવેલ.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના વાલીઓ અને આસપાસના વિસ્તારના રહીશોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારેલ.

Previous articleચોકડી પ્રા. શાળામાં ટીબી અંગે જનજાગૃતિ
Next articleપાલિતાણામાં ઉપધાન તપની ઉજવણી